મધ્યપ્રદેશમાં સ્કૂલના બાળકો ભણશે 'ભગવત ગીતા'ના પાઠ

જિલ્લાના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12 સુધી પાઠ્યક્રમમાં આ શિક્ષણ સત્રથી 'ભગવત ગીતા'ના પ્રસંગોને જોડવા માટે પદ્ધતિસર ગેઝેટનું જાહેરનામું જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશ રાજપત્રમાં ચાર જુલાઇના રોજ જાહેર કરવામાં આવેલા જાહેરનામા મુજબ પ્રદેશ સરકારે રાજ્ય માધ્યમિક શિક્ષણ મંડળ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ 'ભગવત ગીતા'ના પ્રસંગો આધારિત એક-એક અધ્યાયને નવ થી 12ની વિશિષ્ટ હિન્દીના પાઠ્ય પુસ્તકોમાં શિક્ષણ સત્ર 2013-14 સાથે જોડવાને લીલીઝંડી આપી દેવામાં આવી છે.
ગેઝેટની અધિસૂચના કહે છે કે 'ભગવત ગીતા'ના પ્રસંગો પર આધારિત એક એક અધ્યાયને ધોરણ 11 અને 12ની વિશિષ્ટ અંગ્રેજીના પાઠ્ય પુસ્તકોમાં હાલના સત્રમાં પણ સા,એલ કરવાની રાજ્ય સરકારને મંજૂરી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
