For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમ સિંહ હોઇ શકે છે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર: કરાત

|
Google Oneindia Gujarati News

prakash karat
નવી દિલ્હી, 23 જુલાઇ : માકપા મહાસચિવ પ્રકાશ કરાતે જણાવ્યું છે કે જો સમાજવાદી પાર્ટી 2014ના લોકસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરશે તો સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર થઇ શકે છે.

એક ટીવી ચેનલ દ્વારા મોકલવામાં આવેલી પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે આવનાર ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી મહત્વની ભૂમિકા નિભાવશે. મુલાયમ સિંહે પહેલા પણ અમારી સાથે કામ કર્યું છે અને જો તેમની પાર્ટીની સ્થિતિ ચૂંટણીમાં મજબૂત રહશે તો તેઓ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બની શકે છે.

કરાતે દાવો કર્યો છે કે ચૂંટણીમાં વામદળની બેઠકોની સંખ્યા વધશે. તેમણે જણાવ્યું કે અમે ચૂંટણીમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિશ કરીશું. રાજદ અને સંપ્રગ બંનેની સ્થિતિ નબળી છે. કેન્દ્રમાં બિનકોંગ્રેસી અને બિનબાજપી સરકારના ગઠનની મજબૂત સંભાવના છે. કરાતે જણાવ્યું કે ચૂંટણી પહેલા ક્ષેત્રીય સ્તર પર નવા ગઠબંધન હોઇ શકે છે પરંતુ ચૂંટણી બાદ નવા મોર્ચાનું ગઠન થઇ શકે છે તથા નીતિશ કુમાર અને નવીન પટનાયક આનો ભાગ હોઇ શકે છે.

તેમણે એ સ્પષ્ટ કર્યું કે રાહુલ ગાંધીની હાજરી ઉપરાંત વામ ફ્રંટ કોંગ્રેસને ફરીથી સમર્થન નહીં આપે તથા તે કોંગ્રેસ અને ભાજપા બંનેની સામે લડશે. કરાતે જણાવ્યું કે જો ભાજપા નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે રજૂ કરશે તો એ તેનો સાંપ્રદાયિક ચહેરો ગણાવશે.

English summary
CPI(M) general secretary Prakash Karat has said Samajwadi Party supremo Mulayam Singh Yadav could emerge as the Prime Ministerial candidate in the 2014 Lok Sabha polls if his party does well.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X