For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં નરેન્દ્ર મોદીની મીણબત્તીની પ્રતિમાનું અનાવરણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 ડિસેમ્બર: વડાપ્રધાન પદ માટે ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બાંદ્રામાં આયોજિત 'મહાગર્જના રેલી' પહેલાં તેમની મીણબત્તીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીની આ રેલીમાં દસ હજાર ચાવાળાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે આ પ્રતિમાનું અનાવરણ કર્યુ ત્યારબાદ આ બંને નેતા રેલી માટે નિકળી પડ્યા હતા.

રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાની સાથે ઉભા રહીને ફોટો પડાવ્યો હતો. ભાજપના પ્રમુખે આ પ્રતિમા સાથે હાથ મિલાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેએ કહ્યું હતું કે આ રેલીમાં દસ લાખથી વધુ જોડાયા હશે તેવી સંભાવના છે. બીકેસી મેદાનમાં આયોજિત આ રેલીને ભાજપના કાર્યકર્તાઓની તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવે છે.

મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાંથી ભાજપના સમર્થકોને 22થી વધુ ટ્રેનોમાં લાવવામાં આવ્યા હતા. આયોજકોએ પાંચ લાખથી વધુ ફૂડ પેકેટ વેચવાનું આયોજન કર્યું હતું. તેમાં ઘણા પેકેટોમાં ગુજરાતી થેપલા પણ હતા. આ રેલીમાં ખાસ આમંત્રિત કરવામાં આવેલા લોકોમાં 10 હજાર ચાવાળ પણ સામેલ હતા.

modi-with-modi.jpg

મહારાષ્ટ્ર ભાજપ એકમના અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસે કહ્યું હતું કે 'સમાજવાદી પાર્ટીને કોઇને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક ચાવાળા હતા અને એક ચાવાળો વડાપ્રધાન ન બની શકે. ત્યારે નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો કે 'દેશ વેચનારા કરતાં ચા વેચનારાઓ સારા હોય છે.' તેમને કહ્યું હતું કે આ ચાવાળાની વચ્ચે એક પ્રકારનો ગૌરવનો ભાવ પેદા થઇ ગયો અને તેમને અમારો સંપર્ક કર્યો. ત્યારે અમે તેમને કહ્યું કે હા તમે આવો. અમે તમને બેસવાની જગ્યા આપીશું. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ રેલી સામેલ થયા ન હતા.

English summary
A wax statue of Narendra Modi, Bharatiya Janata Party's prime ministerial candidate, was unveiled in Mumbai ahead of the 'Maha Garjana rally' he is addressing in suburban Bandra this afternoon where 10,000 tea vendors have been specially invited.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X