વીડિયો: એક મુસ્લિમ યુવકે કૂવામાં ડૂબી રહેલી ગાયને બચાવી

Posted By:
Subscribe to Oneindia News

ઉત્તર પ્રદેશમાં જ્યાં ગૌહત્યા મામલે દાદરી હત્યાકાંડને લઇને વિવાદ થઇ રહ્યો છે ત્યાં જ લખનઉમાં એક 20 વર્ષના યુવકે ઊંડા કૂવામાં ડૂબી રહેલી ગાયને બચાવીને માનવતાનું એક અનોખું ઉદાહરણ આપ્યું છે.

લખનઉમાં પોલિખેડા વિસ્તારમાં એક ગાય ઊંડા કૂવામાં પડી ગઇ. જે બાદ લોકોએ ગાયને બચાવાનું અભિયાન શરૂ કરી દીધું અને ગાયને બચાવા માટે ક્રેન પણ બોલાવી. જોકે ગાયને કૂવામાં બચાવા માટે કોણ જશે તે મામલે ચર્ચા થઇ રહી હતી ત્યારે નમાઝ ભરીને પાછા ફરી રહેલા મહોમ્મદ ઝૂકીએ ગાયને બચાવા કૂવામાં જવાની તૈયારી બતાવી.

uttar pradesh

મહોમ્મદ ઝૂકીએ જણાવ્યું કે કૂવા એટલો ઊંડો હતો કે તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી વળી ડરેલી ગાયે ઝૂકીના પગમાં પાટું પણ માર્યું. જો કે ઝૂકીને છેવટે ગાયના પેટે કપડું બાંધવામાં સફળતા મળી ખરા. જે બાદ તે ગાયની સાથે જ ઉપર આવ્યો.

જ્યારે પત્રકારો ઝૂકી તેણે ગાયને કેમ બચાવી તે પુછ્યું ત્યારે તેણે કહ્યું કે ગાયનો જીવ જોખમમાં હતો અને તેને ત્વરિત મદદ જરૂર હતી. મહોમ્મદ ઝૂકી આ વિસ્તારમાં પેન્ટરનું કામ કરીને પોતાનું પેટીયું રળે છે. ત્યારે મહોમ્મદ ઝૂકીનો ગાયને બચાવાનો આ માનવતાવાદી અભિગમ ખરેખરમાં સરાહનીય છે. મુસ્લિમ યુવક દ્વારા ગાયને બચાવતો આ વીડિયો જુઓ અહીં.

English summary
Muslim man jumps into well save cow lucknow

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.