For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાઇના, પાક. બાદ હવે મ્યાનમારે કરી ભારતમાં ઘુસણખોરી!

|
Google Oneindia Gujarati News

loc
નવી દિલ્હી, 29 ઑગસ્ટ : પાકિસ્તાન અને ચીન દ્વારા ભારતીય સીમામાં ઘુસણખોણી પર સરકાર દ્વારા ઢીલા વલણના પગલે મ્યાનમારે હવે ભારતીય સરહદમાં ઘુસવાની કોશીસ કરી છે. કહેવામાં આવે છે કે મ્યાનમારની સેનાએ મણિપુરના ચંદેલ જિલ્લામાં સરહદી વિસ્તારની પાસે સ્થિત એક ગામમાં દસ કિલોમીટર અંદર વાડ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ મામલાની જાણ થતા જ મણિપુરના મુખ્યમંત્રી ઓ ઇબોબી સિંહે કેન્દ્ર સરકારને આ અંગેની માહિતી આપી, ત્યારબાદ મ્યાનમાર સેનાની ગતિવિધિયો રોકી દેવામાં આવી. જોકે હોલેફઇ ગામના લોકોએ મ્યાનમારની આ હરકતનો વિરોધ કર્યો, તેમને એ વાતનો અંદેશો હતો કે જો સેનાએ અત્રે વાડ બનાવી દીધી તો ભારતીય સીમાનું અધિપતન થઇ શકે છે.

કેન્દ્ર સરકારે ઘુસણખોરી માનવાનો ઇનકાર કરી દીધો અને જણાવ્યું કે આ પ્રકારની પ્રક્રિયા મ્યાનમાર સીમાની અંદર જ થઇ હતી. જે અંગે અમે મ્યાનમાર સરકાર સાથે વાત ચીત કરી છે. સ્થાનીય લોકો અનુસાર મ્યાનમારની સેનાએ વાડ લગાવ્યા બાદ ટેંટ લગાવવાની તૈયારી કરી દીધી હતી.

મામલામાં અસમ રાઇફલ્સે કેન્દ્ર સરકારને મોકલેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે આ ઘુસણખોરી નથી. જોકે અમે તેમને પ્લાટૂન બનાવવા માટે પિલર સંખ્યા 76ની પાસે લાગેલા વૃક્ષો કાપવાથી અટકાવ્યા હતા, કારણ કે તેનું હજી સીમાંકન કરવામાં આવ્યું નથી.

આ મામલામાં સોમવારે રાજ્યના એક ઉચ્ચ અધિકાર પ્રાપ્ત સમુહે વિસ્તારનું નિરિક્ષણ કર્યું હતું. જ્યારે મણિપુરના રાજ્યપાલ અશ્વિની કુમારે પણ વિસ્તારનું નિરિક્ષણ કરી સ્થાનીય લોકો અને ગ્રામ પ્રધાનોને મળીને સ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી.

આ પહેલા ચીને ઘણીવાર ભારતના લદ્દાખ વિસ્તાર અને અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી કરી, બાદમાં ભારત સરકારની નબળાઇની આખા દેશમાં નિંદા કરવામાં આવી.

English summary
Myanmar tries to infiltrate in Manipur According to sources Myanmar army After raising the objection by Indian government they went back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X