For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં આજે મનાવાઈ રહી છે બકરી ઈદ, જામા મસ્જિદમાં અદા કરાઈ નમાઝ

દેશભરમાં આજે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. દિલ્લી સ્થિત જામા મસ્જિદમાં લોકોએ શનિવારે સવારે બકરી ઈદની નમાઝ અદા કરી.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં આજે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. દિલ્લી સ્થિત જામા મસ્જિદમાં લોકોએ શનિવારે સવારે બકરી ઈદની નમાઝ અદા કરી. આ દરમિયાન લોકોએ માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કર્યુ. તમને જણાવી દઈએ કે બકરી ઈદ મુસલાનોનો ઈદ બાદ સૌથી મોટો તહેવાર છે. આ પ્રસંગે સમુદાયના લોકો ઈદગાહ જઈને કે મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરે છે. આ વખતે કોરોના સંકટે તહેવારની ચમક થોડી ફીકી કરી દીધી છે.

બકરી ઈદ મનાવવા અંગે યુપી સરકારની ગાઈડલાઈન

બકરી ઈદ મનાવવા અંગે યુપી સરકારની ગાઈડલાઈન

દેશમાં શનિવારે એટલે કે આજથી અનલૉક-3ની શરૂઆત થઈ જશે. એવામાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે અનલૉક-3 અને બકરીઈદ બંને માટે ગાઈડલાઈન્સ જારી કરી છે. બકરી ઈદ માટે સરકાર તરફથી જારી દિશા-નિર્દેશ મુજબ મસ્જિદ, મસ્જિદમાં સામૂહિક નમાઝ પર રોક લગાવવામાં આવી છે. આ ઉપરાંત ખુલ્લાામાં જાનવરોની કુરબાની કરવા અને ખુલ્લામાં માંસ લઈ જવાની મંજૂરી નહિ હોય. સાંપ્રદાયિક ભાવનાઓનુ ધ્યાન રાખવા અને લોકોને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

શું બકરી ઈદનો ઈતિહાસ

ઈસ્માલિક માન્યતાઓ અનુસાર હજરત ઈબ્રાહિમે પોતાના દીકરા હજરત ઈસ્માઈલને આ દિવસે ખુદાના હુકમ પર ખુદાની રાહમાં કુરબાન કર્યો હતો. એવુ માનવામાં આવે છે કે ખુદાએ તેમની ભાવના જોઈને તેમના દીકરીને જીવનદાન આપ્યુ હતુ. એવુ માનવામાં આવે છે કે ઈબ્રાહિમને 90 વર્ષની ઉંમરે એક દીકરો થયો જેનુ નામ તેમણે ઈસ્માઈલ રાખ્યુ. એક દિવસ અલ્લાહે હજરત ઈબ્રાહિમને પોતાની પ્રિય વસ્તુઓને કુરબાન કરવાનો આદેશ આપ્યો.

બકરી ઈદ પર કુરબાની આપવાની પ્રથા

બકરી ઈદ પર કુરબાની આપવાની પ્રથા

ત્યારબાદ એક દિવસ ફરીથી હજરત ઈબ્રાહિમના સપનામાં અલ્લાહે તેમને પોતાની સૌથી પ્રિય વસ્તુની કુરબાની આપવા માટે કહ્યુ ત્યારે ઈબ્રાહિમે પોતાના દીકરીની કુરબાની આપવા માટે તૈયાર થઈ ગયા. હજરત ઈબ્રાહિને લાગી રહ્યુ હતુ કે કુરબાની આપતી વખતે તેમની ભાવનાઓ તેમની રાહમાં આવી શકે છે માટે તેમણે પોતાની આંખ પર પટ્ટી બાંધીને કુરબાની આપી. તેમણે જ્યારે પોતાની આંખો પરથી પટ્ટી હટાવી તો તેમણે પોતાના દીકરાને જીવિત જોયો. ત્યાં કપાયેલુ દુમ્બા(સઉદીમાં મળી આવતુ ઘેટા જેવુ જાનવર) પડ્યુ હતુ. આના કારણે બકરી ઈદ પર કુરબાની આપવાની પ્રથા શરૂ થઈ. બકરી ઈદને હજરત ઈબ્રાહીની કુરબાનીની યાદમાં મનાવવામાં આવે છે. ત્યારબાદથી આ દિવસે જાનવરોની કુરબાની અપાવા લાગી.

કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિકોરોના વાયરસે વિશ્વભરમાં કહેર મચાવ્યો, જાણો આજની સ્થિતિ

English summary
Namaaz at Jama Masjid for Eid-Al-Azha today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X