• search

મતદાનના દિવસે અચાનક ક્યાં ગાયબ થઇ ગયા હતા મોદી

By Kumar Dushyant

વારાણસી, 13 મે: જ્યાં એક્ઝિટ પોલમાં ભાજપની 'લહેર' સ્પષ્ટ દેખાઇ રહી છે તો બીજી તરફ ધૂંધળી તસવીર પણ અચાનક સામે આવી છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન ચાલુ હતું અને બનારસ પર દેશભરની નજર ટકેલી હતી. કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને સપા-બસપાના સમર્થક પોતાના તરફથી પુરજોશ લગાવી રહ્યાં છે.

આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અજય રાય પણ જોવા મળ્યા અને અરવિંદ કેજરીવાલ પણ. પરંતુ જે વ્યક્તિ જોવા મળી નહી, તેને સૌથી વધુ નજરો શોધી રહી હતી. ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી મતદાનના દિવસે બનારસમાં જોવા મળ્યા નહી.

પરંતુ આવું કેમ થયું? પહેલાં કહેવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદી બપોરે બનારસમાં રહેશે, પરંતુ આવું થયું નહી. રાજકારણ એમ જ કશું થતું નથી. જો નરેન્દ્ર મોદી આ દિવસે બનારસથી દૂર રહ્યાં, તો તેની પાછળ રાજકીય કારણ છે. સોમવારે વારાણસીની હવામાં દિવસભર આ એવી ચર્ચાઓ ચાલતી રહી કે ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદી મતદાનના દિવસે પોતાના લોકસભા વિસ્તારમાં આવશે કે નહી?

ટીઓઆઇના અનુસાર સ્થાનિક ભાજપ નેતાઓએ ઓળખ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની ચૂંટણી મેનેજમેન્ટ સમિતિએ આ જાણકારી આપી હતી કે તે બપોરમાં 12 વાગ્યાથી માંડીને બપોરે 2 દરમિયાન બનારસમાં હાજર રહેશે. પરંતુ કોઇપણ પાર્ટી નેતા હાઇ કમાન્ડ અને નરેન્દ્ર મોદીના મુખ્ય ચૂંટણી મેનેજરોના દબાણના લીધે યોજનાનો ખુલાસો કરવા માટે તૈયાર ન હતા.

પરંતુ બનારસમાં ચૂંટણી શરૂ થયાના ત્રણ કલાક બાદ ભાજપને લાગ્યું કે મુસ્લિમ વોટ બે અન્ય ઉમેદવારો વચ્ચે વહેંચાઇ રહ્યાં છે. ચૂંટણી મેનેજરોની એક બેઠક યોજાઇ અને લખનઉ-દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે સવારે સાડા દસ વાગે પાર્ટી હાઇ કમાંડને આ રિપોર્ટ મોકલવામાં આવ્યો જો નરેન્દ્ર મોદી બનારસ પહોંચે છે, તો મુસ્લિમ વોટનું ધ્રુવીકરણ કોઇ એક ઉમેદવારના પક્ષમાં શરૂ થઇ જશે. જો આવું થશે તો ભાજપને નુકસાન થશે, એટલા માટે નરેન્દ્ર મોદીનો પ્લાન બદલાઇ ગયો. સ્પષ્ટ છે કે આ નિર્ણય રાજકીય રણનિતી હેઠળ કરવામાં આવ્યો.

પછી એ વાતની પુષ્ટિ કરવામાં આવી કે નરેન્દ્ર મોદી બનારસ પહોંચી નથી રહ્યાં. તેમણે ગાંધીનગરમાં સંવાદદાતાઓ સાથે વાતચીત કરવાનો નિર્ણય કર્યો અને ગરમી હોવાછતાં વોટ આપવા માટે બહાર નિકળેલા બનારસવાસીઓને શુભેચ્છા પાઠવી.

ભાજપનું કહેવું છે કે બીજા રાજકીય પક્ષોના કેટલાક પારંપારિક વોટ પણ તેમની તરફ આવ્યા છે. તેને એવું પણ લાગે છે કે બનારસમાં મોદીની હાજરીએ બરાબરવાળી સીટો પર અસર પાડી છે. ભાજપ પ્રવક્તા નલિન કોહલીના અનુસાર જો મોદી પહોંચતા, તો પાર્ટી કાર્યકર્તાઓનું ધ્યાન ભટકી જતું. તેમણે કહ્યું કે આજ રોજ મોદીનું બનારસ પહોંચવું ફક્ત કયાસ હતો. જો કે રાજકીય ગલિયારોમાં ચર્ચા થઇ રહી છે કે મોદી કેમ ગાયબ થઇ ગયા હતા.

English summary
Narendra Modi could not appear at the voting day in Varanasi but why?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more