'પસંદગી પ્રદેશ અધ્યક્ષની, જય જય કાર નરેન્દ્ર મોદીનો'

પાર્ટીના એક દિગ્ગ્જ નેતાએ પોતના સંબોધનમાં કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષનું ચુંટણી થઇ ગઇ છે, જલદી જ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ બધા એકસાથે મળીને વડાપ્રધાન પદના ઉમેદવારનું નામ નક્કી કરશે. તેમના દ્રારા આટલું કહેવામાં આવતાં હાજર પ્રતિનિધીઓએ નરેન્દ્રના સમર્થનમાં નારા લગાવ્યાં હતા. હોબાળો એટલો બધો કે રોકાવવાનું નામ જ લેતો ન હતો. વરિષ્ટ નેતાઓના સંબોધનમાં પણ વચ્ચે-વચ્ચે નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરતા હતા.
નિવર્તમાન અધ્યક્ષે પણ નરેન્દ્ર મોદીના પર કટાક્ષ કર્યો હતો. તેમને કહ્યું હતું કે રાજકીય જીવનમાં મેં એક પાઠ શિખ્યો છે. તે એ છે કે રાજકારણમાં સત્ય ચાલતું નથી. અને જુઠ્ઠુ બોલવાનું મને આવડતું નથી. નરેન્દ્ર મોદી પટના આવશે કે નહી તે અંગે મને વારંવાર પૂછવામાં આવે છે. આ મુદ્દે મારું નિવેદન નરેન્દ્ર મોદીની આસપાસ હોય છે. તેમને ટિપ્પણી કરી હતી કે નરેન્દ્ર મોદી બિહાર જરૂર જશે. ડો ઠાકુરે તેમની આ ટિપ્પણી પર તાળીઓનો ગડગડાટ વરસાવ્યો હતો. મંચનું સંચાલન કરી રહેલા પશુપાલન મંત્રી ગિરિરાજ સિંહે પણ આડકતરી રીતે નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો.












Click it and Unblock the Notifications
