For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇશરત જહાંની હત્યા માટે મોદી જવાબદાર : જેડીયૂ

|
Google Oneindia Gujarati News

sabir ali
નવી દિલ્હી, 6 જુલાઇ : ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર મામલાને લઇને હવે બીજેપી અને જેડીયૂની વચ્ચે વિવાવ વણસતો જઇ રહ્યો છે. ઇશરતને બિહારની બેટી બતાવનાર જેડીયૂએ હવે નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરવાનું ચાલુ કરી દીધું છે. જેડીયૂ નેતા સાબિર અલીનું કહેવું છે કે જો કોઇ દોષી હોય તો પણ કાનૂન કોઇનું નકલી એન્કાઉન્ટર કરવાની પરવાનગી નથી આપતો.

સાબિર અલી અનુસાર ઇશરતની હત્યા માટે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના સાથીઓ જ દોષી છે. જ્યારે બીજેપીનું કહેવું છે કે મોદીને ફસાવવાનું કાવતરું ગઢવામાં આવી રહ્યું છે પરંતુ મોદી આ કાવતરામાં ફસાવાના નથી. જ્યારે કોંગ્રેસ પણ ઇશરત જહાં એન્કાઉન્ટરને લઇને બીજેપી પર સતત હુમલો કરી રહી છે.

કોંગ્રેસી નેતા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું કે એ ખરેખર ખોટું છે કે હેડલીએ ઇશરતનું નામ લીધું હતું. એ ભાજપાની ચાલ છે. અમે ભારત સરકારને પૂછ્યું છે કે ઇશરત જહાં અંગે હેડલીએ શું કહ્યું છે તે સ્પષ્ટ કરવામાં આવે.

જ્યારે બીજેપી નેતા મુક્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આખા દેશને લાગે છે કે કેટલાંક કોંગ્રેસી સાથીઓના શરીરમાં આતંકવાદીઓની આત્મા આવી ગઇ છે. જ્યારે પણ કોઇ આતંકી મરશે ત્યારે તેમના શરીમાં આત્મા ઘુસી જશે અને તેમને હેરાન પરેશાન કરશે. જે લોકો પણ ધર્મની સાથે આતંકવાદને જોડી રહ્યા છે તે લોકો આની વિરુદ્ધની લડાઇને કમજોર કરી રહ્યા છે. ઓસામા મરશે તો કહેશે કે ખોટો માર્યો. તેની મૂર્તિ કોંગ્રેસ કાર્યાલયની બહાર લગાવવી જોઇતી હતી.

English summary
Narendra Modi is responsible for isharat jahan encounter : JDU
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X