For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને અમે કોમી નથી માનતા: રાજનાથ સિંહ

|
Google Oneindia Gujarati News

rajnath singh
નવી દિલ્હી, 16 એપ્રિલ: બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહનું કહેવું છે કે કોંગ્રેસ દેશની સૌથી મોટી કોમી પાર્ટી છે. કોંગ્રેસે હિન્દુ અને મુસ્લીમની વચ્ચે નફરત પેદા કરી દીધી છે.

એક ખાનગી સમાચાર એજન્સી સાથે વાતચીતમાં રાજનાથે કહ્યું કે બીજેપી એક ધર્મનિરપેક્ષ પાર્ટી છે. નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે. પાર્ટી તેમને સાંપ્રદાયિક નથી માનથી. બલકે કોંગ્રેસ સૌથી મોટી સાંપ્રદાયિક પાર્ટી છે. હિન્દુ અને મુસમાનની વચ્ચે નફરત પેદા કરીને કોંગ્રેસ હજી સુધી સત્તામાં છે.

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પરોક્ષ રીતે મોદી પર હુમલો કર્યા અંગે પ્રશ્ન પૂછાતા બીજેપી અધ્યક્ષે જણાવ્યું કે જેડીયૂનું નિવેદન દૂર્ભાગ્યપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે જેડીયૂ તેમનો જૂનો સાથી છે અને અમે નથી ઇચ્છતા કે કોઇ પાર્ટી એનડીએ છોડે. જોકે તેમણે એ પણ જણાવ્યું કે એ કહેવું મુશ્કેલ છે કે પીએમ ઉમેદવાર કોણ હશે.

પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવારને લઇને પૂછવામાં આવેલા એક સવાલ પર રાજનાથે જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષને પીએમ ઉમેદવાર નક્કી કરવાનો અધિકાર નથી. પાર્ટીની કેન્દ્રીય સંસદીય બોર્ડ જ આ મામલે અંતિમ નિર્ણય કરશે.

તેમણે જણાવ્યું કે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને દેશની જનતાની પણ એજ ઇચ્છા છે. જનતા જે વાતની અપેક્ષા બીજેપી પાસે રાખી રહી છે તેને પાર્ટી જરૂર પૂરી કરશે.

આવનાર ચૂંટણીમાં રાહુલ ગાંધીની કોંગ્રેસ ઉમેદવારી પર રાજનાથે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીની એ આંતરિક બાબત છે જેના પર હું ટિપ્પણ કરીશ નહીં. તેમણે એટલું જરૂર કહ્યું કે કોંગ્રેસના કામકાજની તુલનામાં બીજેપીને દેશ વધારે પસંદ કરે છે અને પાર્ટી આ દેશને સારો વિકલ્પ આપશે. કોલસા ફાળવણીની યોગ્ય તપાસ કરાવવી ગંભીર મુદ્દો છે. યુપીએ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે.

English summary
BJP national president Rajnath Singh said on Monday that the Gujarat Chief Minister was a secular leader.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X