For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ટ્રૂડોનું સ્વાગત, રાષ્ટ્રપતિ ભવનમાં થયું સન્માન

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ હાઉસ ખાતે દ્રિપક્ષીય બેઠક કરશે. વધુમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદીએ ટ્રૂડો અને તેમના સમગ્ર પરિવારનું સ્વાગત કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અધિકૃત રીતે મુલાકાત કરશે. આ મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદીએ ટ્રૂડો અને તેમના સમગ્ર પરિવારનું સ્વાગત કર્યું હતું. સવારે 11:30 વાગે બન્ને નેતાઓ આજે હૈદરાબાદ હાઉસ ખાતે દ્રિપક્ષીય બેઠક કરશે. આ બેઠક તે સમયે થઇ રહી છે જે સમયે આંતકી જસપાલ અટવાલ મામલે કનૈડિયન પીએમ ખરાબ રીતે વિવાદોમાં ફસાઇ ચૂક્યા છે. આ વિવાદ વચ્ચે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે ટ્રૂડો મામલે એક ટ્વિટ કર્યું હતું. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર પર આરોપ છે કે તેણે કેનેડાના પીએમ સ્વાગત યોગ્ય રીતે નથી કર્યું. અને હાલના સમયમાં જે રીતે ભારતમાં વિદેશી વડાપ્રધાનોનું સ્વાગત થાય છે તેનાથી બિલકુલ અલગ રીતે કેનેડાના વડાપ્રધાન સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જો કે બંન્ને પક્ષની સરકારે આ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.

justin trudeau

ગુરુવારે અટવાલ વિવાદોમાં કેનેડાના પીએમને નરેન્દ્ર મોદીના ટ્વિટ પછી થોડી રાહત મળી હતી. જે નરેન્દ્ર મોદીએ શુક્રવારની મીટિંગમાં તમારી રાહ જોઇશ તેમ કહી ઉત્સાહ બતાવ્યો હતો. સાથે જ પીએમ જણાવ્યું હતું કે આશા રાખું છું કે ટ્રૂડો અને તેમના પરિવારે ભારતમાં સારા સમય વીતાવ્યો હશે. પીએમ મોદીએ એક અન્ય ટ્વિટ કરીને ટ્રૂડોના ત્રણેય બાળકો જૈવિયર, એલા ગ્રેસ અને હૈડ્રિયનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે એપ્રિલ 2015માં ટ્રૂડો અને તેના પરિવાર સાથે પાડેલી એક તસવીર પણ શેયર કરી હતી. જેમાં પીએમ ગ્રેસના કાન ખેંચતા નજરે પડી રહ્યા હતા.

બીજી તરફ વિદેશ મંત્રાલયે ખાલિસ્તાની આતંકી જસપાલ અટવાલે મામલે પણ નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેવી રીતે અટવાલને વીઝા મળ્યો અને તે ભારત આવ્યો તે વિષે તેમને હજી યોગ્ય જાણકારી નથી મળી. આ અંગે તે તપાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે 19 ફેબ્રુઆરીએ મુંબઇમાં કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રૂડોના સન્માનમાં એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આતંકી અટવાલ પણ સામેલ હતો. અટવાલ આતંકી સંગઠન ઇન્ટરનેશનલ શીખ યૂથ ફેડરેશનનો સદસ્ય છે. અને 1996માં પંજાબ સરકારના એક મંત્રીના આરોપની હત્યામાં પણ તે સામેલ છે. કેનાડાના સાંસદ રણદીપ એસ સરાઇએ અટવાલને ડિનરમાં આમંત્રિત કરવાની જવાબદારી સ્વીકારી હતી. સાથે જ તેમણે આ માટે માફી પણ માંગી હતી. જો કે આ મામલે પાછળથી કેનેડાના મંત્રીઓ પંજાબના આતંકી જૂથો સાથે જોડાયેલા છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. જે પણ ટ્રૂડોને ભારતમાં નિવેદન આપી સ્પષ્ટતા કરવી પડી હતી કે કેનેડા ચરમપંથીઓને પનાહ નથી આપતું.

English summary
Prime Minister Narendra Modi to meet Canadian PM Justin Trudeau today amid Khalistani terrorist Jaspal Atwal controversy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X