For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉદ્ધવ ઠાકરે સહિત મહારાષ્ટ્રમાં ભાજપી નેતાઓને મળ્યા મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-walk
મુંબઇ, 27 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મુંબઇમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. થોડાં દિવસો પહેલાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાના મુખપત્ર 'સામના'માં નરેન્દ્ર મોદી આકરી ટીકા કરી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચુંટણી સરર્ભે ચર્ચા કરવા માટે બુધવારે મહારાષ્ટ્ર ભાજપાના મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરી હતી પરંતુ આશ્વર્યજનક રૂપથી તેમાં પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી ઉપસ્થિત રહ્યાં ન હતા. ભાજપાની ચુંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વાર મહારાષ્ટ્ર આવ્યાં છે.

બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં પાર્ટી મહાસચિવ રાજીવ પ્રતાપ રૂડી, પાર્ટી પ્રવક્તા પ્રકાશ જાવડેકર, લોકસભામાં પાર્ટીના ઉપનેતા ગોપીનાથ મુંડે, પ્રદેશ એકમના અધ્યક્ષ દેવેન્દ્ર ફડનવીસ, વિધાનસભામાં વિપક્ષના નેતા એકનાથ ખડસે ઉપરાંત વિનોદ તાવડે હાજર રહ્યાં હતા. બેઠકમાં નિતિન ગડકરી હાજર રહ્યાં ન હતા.

નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વર્તમાન રાજકીય સ્થિતી. પાર્ટીના સંગઠનાત્મક વિષયો અને શિવસેનાના ગઠબંધન જેવા વિષયો પર ચર્ચા કરી હતી. બેઠક પહેલાં જાવડેકરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી બધા રાજ્યોમાં પાર્ટી ચુંટણી તૈયારીની સમીક્ષા કરી હતી. તે લોકસભા ચુંટણી અને ગઠબંધન બનાવવા જેવા વિષયો પર ચર્ચા કરશે.

English summary
Days after he was appointed the chief of BJP’s Lok Sabha polls campaign and strategy committee, Gujarat Chief Minister Narendra Modi is expected to unveil his agenda for the 2014 General Elections on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X