યૂપીમાં મોદી અને મુલાયમ આજે ટકરાશે આમને-સામને!

Posted By:
Subscribe to Oneindia News

વારાણસી, 23 જાન્યુઆરી: રાજકીય દ્રષ્ટિએ એકબીજાના ધૂર વિરોધી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવનો ગુરૂવારે આમનો-સામનો થઇ શકે છે. રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ પ્રદેશ અને સૌથી વધુ લોકસભા સીટવાળા ઉત્તર પ્રદેશના પૂર્વાચલમાં બંને નેતાઓની રેલીઓ આજે (ગુરૂવારે) આયોજીત થવાની છે.

નરેન્દ્ર મોદી એક તરફ આદિત્યનાથના વિસ્તાર ગોરખપુરમાં અત્યાર સુધીની સૌથી મોટી રેલીને સંબોધિત કરશે, તો બીજી તરફ મુલાયમ સિંહ વારાણસીમાં સમાજવાદી પાર્ટીની રેલીને સંબોધિત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને દિગ્ગજ લગભગ એક જ સમયે વારણસીના બાબતપુર હવાઇમથક પર પહોંચશે અને લગભગ 40-40 મિનિટ ત્યાં રોકાઇ તેવી સંભાવના છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના ગાંધીનગરથી લગભગ 11:30 વાગે બાબતપુર હવાઇમથકે પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટરથી ગોરખપુર માટે રવાના થશે. બાબતપુર હવાઇમથક પર અડધો કલાકથી વધુ સમય માટે રોકાવવાનો પોગ્રામ છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે સમાજવાદી અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ લગભગ 11:15 વાગે બાબતપુર હવાઇ મથક પર પહોંચશે. તેમનો પણ અડધો કલાક સુધી હવાઇમથક પર રોકાવવાનો પોગ્રામ છે.

narendra-modi-mulayam-singh-

માનવામાં આવે છે કે આ દરમિયાન વડાપ્રધાન પદના ભાજપ અને સપાના ઉમેદવારોની એકબીજા સાથે મુલાકાત થઇ શકે છે. જો કે સપાના સૂત્રોએ દાવો કર્યો છે કે બંનેની મુલાકાત કદાચ જ થઇ શકે છે અને આ બંને નેતા આમને-સામને પણ આવી છે તો સામાન્ય શિષ્ટાચાર માટે અભિવાદથી વધુ કંઇ ન હોઇ શકે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર શિષ્ટાચારના મુદ્દે નરેન્દ્ર મોદીનો કોઇ જવાબ નથી. જો સપા અધ્યક્ષ સાથે તેમનો સામનો થાય છે તો તે પુરા સન્માન સાથે મુલાયમ સિંહ યાદવ સાથે અભિવાદન કરશે.

English summary
Uttar Pradesh will se the matches between Narendra Modi and Mulayam Singh Yadav today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.