For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના સ્થાને રાહુલ ગાંધીને અપાયું આમંત્રણ

By Super
|
Google Oneindia Gujarati News

arvind-modi
દિલ્હી, 5 માર્ચ: નરેન્દ્ર મોદીની સ્થાને વ્હાર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપવા માટે અરવિંદ કેજરીવાલને બોલાવવામા આવ્યા હોવાના સમચાર બાદ હવે એવા સમાચાર આવ્યા છે કે, મોદીના સ્થાને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભાષણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર આયોજકોએ રાહુલ ગાંધીના નજીકના કનિષ્ક સિંહની મદદથી તેમનો સંપર્ક સાધ્યો છે. કનિષ્ક વ્હાર્ટનના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તે ઇચ્છે છે કે રાહુલ પણ આ કાર્યક્રમમાં સંબોધિત કરે.

આ પહેલા એવા સમાચાર હતા કે, અમેરિકાના વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીના સ્થાને હવે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બોલશે. પાર્ટીએ સોમવારે રાત્રે કન્ફોર્મ કર્યું છે કે અરવિંદ કેજરીવાલને વોર્ટનમાં 23 માર્ચના રોજ સ્પીચનું આમંત્રણ આપવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલ વિડિયો કોન્ફરસિંગના માધ્યમથી પોતાનું ભાષણ આપશે.

જો કે 23 માર્ચથી તે દિલ્હીમં અનશન પર બેસી રહ્યાં છે. આ મુદ્દે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે વોર્ટનમાં ઓર્ગેનાઇઝર્સ સાથે વાતચીત થઇ છે, જેમાં ટાઇમ મેનેજ કરવાની વાત કહી છે. વોર્ટન ઇન્ડિયા ઇકોનોમિક ફોરમનું આયોજન વિદ્યાર્થીઓ કરે છે. નરેન્દ્ર મોદીના સંબોધન પર વિદ્યાર્થીઓની ટુકડીએ અને પ્રોફેસરોએ વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ટને રવિવારે નરેન્દ્ર મોદીનું આમંત્રણ રદ કર્યું હતું, જેથી બીજા દિવસે સોમવારે અદાણી ગ્રુપે વોર્ટન પ્રોગામમાંથી પોતાની સ્પોનરશિપ પરત લઇ લીધી છે. ગુજરાતના અદાણી ગ્રુપ ક્રાર્યક્રમનો મેન સ્પોન્સર હતો. ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ આ ક્રાર્યક્રમમાંથી પાછી પાની કરી લીધી છે.

તો બીજી તર્ફ શિવસેનાના સુરેશ પ્રભુએ પણ નરેન્દ્ર મોદી અને દેશનું અપમાન ગણાવતાં વિરોધ સ્વરૂપે વોર્ટનનો પોતાનો પ્રવાસ રદ કર્યો છે. કહેવામાં આવે છે કે પેંસિલવેનિયા યૂનિવર્સિટીના ત્રણ ભારતીય-અમેરિકી પ્રોફેસરોની અધ્યક્ષતામાં 135 લોકોની યાદી મળ્યા બાદ વોર્ટને નરેન્દ્ર મોદીનું આમંત્રણ રદ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2002માં અલ્પસંખ્યકો વિરૂદ્ધ કોમી રમખાણો વિરૂદ્ધ અવગણાના ગંભીર આરોપો છે.

આ ગંભીર આરોપોના કારણે અમેરિકા નરેન્દ્ર મોદીને વિઝા આપવાથી મનાઇ કરી રહ્યું છે. જો કે અનુમાન લગાવવામાં આવે છે કે નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સૌથી પ્રબળ દાવેદાર છે માટે અમેરિકા તેમને વિઝા આપવા પર વિચાર કરી શકે છે. પરંતુ હજુ સુધી અમેરિકાના વલણમાં કોઇ પરિવર્તન જોવા મળ્યું નથી.

English summary
Aam Aadmi Party leader Arvind Kejriwal has been asked to replace Gujarat chief minister Narendra Modi at the Wharton India Economic Forum.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X