રામદેવને મળશે આજે મોદી, શરતો સાથે સમર્થન પર આપશે જવાબ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરી હતી.  અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા હુમલો કરાયા બાદ મોદીની આ પ્રથમ રેલી હતી. ત્યારબાદ નરેન્દ્ર મોદી બાબા રામદેવ દ્વારા આયોજીત ભારત સ્વાભિમાન સ્થાપના દિવસના અવસરે મળશે અને ચર્ચા કરશે.

વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એવું જણાવ્યું હતું કે ' જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તો દેશ આફત આવી પડશે.' વડાપ્રધાનના આ નિવેદન બાદ નરેન્દ્ર મોદી આજે રેલીને સંબોધીત કરવા જઇ રહ્યા છે.

narendra modi
આ વચ્ચે યોગ ગુરુ બાબા રામદેવે આજે જ નરેન્દ્ર મોદીને વિદેશમાં જમા ભારતીયોના કાળા નાણાને પર લાવવા અને ભ્રષ્ટાચારના મુદ્દા પર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે. મોદી ઉપરાંત રામદેવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને વરિષ્ઠ નેતા અરૂણ જેટલીને બોલાવ્યા છે.

રામદેવે મોદીને પોતાનું સમર્થન આપવાનું ગાણું ગાયું છે અને તેમણે જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન ઉમેદવાર પાસે જાણવા માગે છે કે 2014ના સામાન્ય ચૂંટણીઓમાં નીતિ શું રહેશે. બાબા રામદેવે શનિવારે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને અમે મુદ્દાઓના આધર પર સમર્થન આપીશું.

English summary
Narendra Modi will address rally in Maharashtra today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.