અત્યાર સુધી સ્મૃતિ માટે પ્રચાર કરવા મોદી શા માટે ના આવ્યા અમેઠી?

Google Oneindia Gujarati News

લખનઉ, 2 મે: ચૂંટણી દરમિયાન નેતા એક બીજાની વિરુધ્ધ ભલે ગમે તેટલી તીખી ટિપ્પણી કરી લે પરંતુ તેમના પ્રચાર કાર્યક્રમ ખૂબ જ વિચારીને કરવામાં આવતી રણનીતિ હોય છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને કોંગ્રેસની સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાઢેરાની વચ્ચે ચાલી રહેલા વાકયુધ્ધની વચ્ચે અમેઠી લોકસભા વિસ્તારથી ભાજપા ઉમેદવાર સ્મૃતિ ઇરાણીને ખૂબ જ આશા હતી કે મોદી તેમના માટે પ્રચાર કરવા માટે આવશે, પરંતુ હજી સુધી તેમનો કાર્યક્રમ નહીં બનવાથી તેમને ઝટકો લાગ્યો છે.

સામાન્ય રીતે મોટા નેતા એક બીજાના વિસ્તારમાં પ્રચાર માટે ઓછા જ જાણીતા હોય છે. મોદી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના ચૂંટણી વિસ્તાર રાયબરેલીમાં પ્રચાર કરવા ગયા નહીં અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના વિસ્તારમાં જવાનો તેમનો કોઇ કાર્યક્રમ નથી. અમેઠી વિસ્તારમાં સાત મેના રોજ મતદાન છે. ભાજપે અત્રે સ્મૃતિ ઇરાણી અને આમ આદમી પાર્ટીએ કુમાર વિશ્વાસને ઉમેદવાર બનાવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આવતી કાલે ઉત્તર પ્રદેશમાં મોદી રેલી નહીં કરે પરંતુ ચાર મેના રોજ અલ્હાબાદ ફૂલપુર અને ભદોહીમાં ચૂંટણી સભાઓને સંબોધીત કરશે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે તેઓ ફૈઝાબાદમાં રેલીને સંબોધીત કરશે.

અમેઠીમાં મોદી દ્વારા સભા નહીં કરવાના કારણો શું હોઇ શકે...

સ્મૃતિ ઇરાણી નીરાશ

સ્મૃતિ ઇરાણી નીરાશ

અમેઠીમાં મોદી દ્વારા હજી સુધી કોઇ રેલી નહી યોજાતા સ્મૃતિ ઇરાણી નિરાશ થઇ છે.

સ્મૃતિને મોદીની જરૂર નથી..

સ્મૃતિને મોદીની જરૂર નથી..

એવું પણ બની શકે કે મોદી સ્મૃતિ ઇરાણીને શક્તિશાળી ઉમેદવાર માનતા હોય અને એવું માનતા હોય કે અમેઠીમાં તેમના દ્વારા પ્રચાર નહીં કરવા છતા પણ સ્મૃતિ ઇરાણી રાહુલ સામે જીતી શકે છે.

અમેઠી વિશે મોદીનો મત

અમેઠી વિશે મોદીનો મત

એક ઇન્ટર્વ્યૂમાં મોદીએ એમ જણાવ્યું હતું કે 'જો રાહુલ ગાંધી અમેઠીમાંથી ચૂંટાઇને આવે છે જોકે ચાન્સીસ ખૂબ જ ઓછા છે, તો અમને તેમના સહકારની જરૂર પડશે જ, સહકાર વગર દેશ કેવી રીતે ચાલી શકશે.' આ વાક્ય થકી મોદી એવું કહેવા માગે છે કે સ્મૃતિની સામે રાહુલ કે કુમારનું જીતવું અસંભવ છે.

શું સ્મૃતિ પોતાના જોરે અમેઠી જીતી લેશે?

શું સ્મૃતિ પોતાના જોરે અમેઠી જીતી લેશે?

જો મોદી અહી ચૂંટણી પ્રચાર કરવા ના આવે તો સવાલ એ થાય છે કે શું સ્મૃતિ પોતાના જોરે અમેઠી જીતી લેશે? સ્મૃતિ ઇરાણીને રાજકીય વિશ્લેષકો હવે સુષમા સ્વરાજની સાથે સરખાવે છે. અને તે પાર્ટીમાં સુષમા સ્વારાજ બાદ એકમાત્ર યુવા અને દમખમ વાળી મહિલા નેતા છે.

English summary
Narendra Modi will not go in Amethi for rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X