For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પણ એક મિની તમિલનાડુ છે: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ત્રિચીમાં પોતાની ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતાં પહેલાં નરેન્દ્ર મોદીએ પહેલાં જમ્મૂ-કાશ્મીરમાં તથા નેરોબીમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ પહેલાં તમિલનાડુના યુવાનોને રેલી જોડાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તમિલ ભાષામાં યુવાનોને સંબોધન કર્યું હતું, જેમાં તેમને દેશના યુવાનોને એકજુટ થઇને દેશને આગળ વધારવાનું આહવાન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે તમિલનાડુમાં આવવું મને એટલા માટે ગમે છે, કારણ કે અહીંના લોકો મહેનતું હોય છે. તેમના માટે કર્મસ્થળ જ પૂજન સ્થળ છે. તમિલ ફક્ત દુનિયાની સૌથી પ્રાચીન ભાષા નથી પરંતુ તેમાં સાહિત્યનો સંગમ પણ મળે છે. પોતાની મહેનતના કારણે તમિલનાડુ દેશનો સૌથી ઝડપી વિકાસ કરી રહેલું રાજ્ય ચે. અહીંથી નિકળનાર ઉત્પાદકો ફક્ત દેશમાં જ શ્રેષ્ઠ નથી પરંતુ વિશ્વમાં તેમનો ડંકો વાગે છે.

narendra-modi

તમિલે જ ઇમેલની શોધ કરી. દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાં જેટલી માસ્ટરમાઇન્ડ છે, તેમાં સૌથી વધું તમિલનાડુના છે. તમિલનાડુ અને ગુજરાત બંનેમાં ઘણી સમાનતા છે. સ્વતંત્રતા સંગ્રામમાં તમિલનાડુ અને ગુજરાત બંનેએ મહત્વની ભૂમિકા ભજવી છે. ગાંધીજી ગુજરાતમાંથી તો રાજાજી અહીંથી હતા. ભારે સંખ્યામાં તમિલ લોકો ગુજરાતમાં આવીને વસ્યા છે અને તેને ચમકાવી દિધું.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં પણ એક મિની તમિલનાડુ મણિનગરમાં છે, જે મારો સંસદીય વિસ્તાર પણ છે. તમિલનાડુ અને ગુજરાત બંને જ સમુદ્ર કિનારે અડીને આવેલા છે. બંને રાજ્યોની એક જેવી સમસ્યા છે. વારંવાર સમાચાર આવે છે કે માછીમારોને પાકિસ્તાનના સૈનિકો તેમને પકડીને લઇ ગયા, અથવા તો શ્રીલંકાના સૈનિકો માછીમારોને લઇ ગયા. મિત્રો સમસ્યા સમુદ્ર કિનારાની નથી, પરંતુ દિલ્હીમાં બેઠેલી સરકારમાં છે. જો આપણે માછીમારોને સુરક્ષિત રાખવા છે, તો આપણી પ્રથમ જવાબદારી બને છે, દિલ્હીમાં બેઠેલી નબળી સરકારને દૂર કરવી પડશે.

પાકિસ્તાન સરળતથી માછીમારોને ઉપાડી જાય છે અને વર્ષો સુધી જેલમાં રાખે છે, હવે શ્રીલંકા પણ એવું કરવા લાગ્યું છે. આ લોકો આપણને નબળા સમજે છે, એટલા માટે આમ કરે છે. અટલજીની સરકાર દરમિયાન આવી સમસ્યા ન હતી. ત્યારે 15 દિવસમાં માછીમારો પરત આવતા હતા. પાકિસ્તાન હવે તો માછીમારોની હોડીઓ પણ રાખી લે છે અને તેનો ઉપયોગ ભારતને હેરાન કરવા માટે કરે છે.

ભાઇઓ બહેનો ગુજરાત અને તમિલનાડુના સંબંધો વિશે ચર્ચા કરી રહ્યાં હતા. ગુજરાત કપાસનું ઉત્પાદન કરે છે, તો તમિલ તેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. બંને શિક્ષણ ક્ષેત્રે ઘણા આગળ છે. ત્રિચીની બેલને કોણ ભૂલી શકે છે, જે દુનિયાને બ્વોયલર સપ્લાઇ કરે છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજી અબ્દુલ કલામ પણ અહીં ભણ્યા છે.

જે દિવસે ગાંધીજીએ ડાંડી માર્ચ શરૂ કરી હતી, તે દિવસે ત્રિચીમાં પીઓસીના નેતૃત્વમાં માર્ચ નિકાળવવામાં આવી હતી. અમને એ વિચારતાં અફસોસ થાય છે કે કોંગ્રેસના રાજમાં જેટલા જવાન આતંકવાદીઓના નિશાન બન્યા છે એટલા જવાન તો યુદ્ધમાં પણ નથી મર્યા. સવા સો કરોડનો આપણો દેશ છે અને વિદેશીઓની તાકાત તો જુઓ કે ઇટલીના લોકો કેરલના તટ પર આવીને માછીમારોને ગોળીઓથી વિંધી નાખે છે. પાકિસ્તાનની સેના આપણા જવાનો માથા કલમ કરીને લઇ જાય છે. બોર્ડર પર ગોળીઓ ચલાવીને વિંધી નાખે છે તેમછતાં દિલ્હીની સરકાર પ્રોટોકલ હેઠળ પાકિસ્તાનના નેતાઓ સાથે ચિકન બિરયાની ખાય છે.

મિત્રો દરેક નાગરિક વિચારે છે કે પડોસી આવીને મનફાવે કરી જાય છે અને આપણે આંખો બંધ કરી મોઢું બંધ કરીને ઉભા રહે છે. આમ કેમ? શું પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઇએ. નહી. આ અમે નહી પણ ત્રિચીની જનતા કહી રહી છે.

મોદીએ બ્રાજીલનું ઉદાહરણ આપ્યું

મિત્રો બ્રાજીલમાં એક ઘટના ઘટી, બ્રાજીલને ખબર પડી કે અમેરિકા તેની જાસૂસી કરાવી રહ્યું છે. તેની ખબર પડતાં જ બ્રાજીલ જેવા નાના દેશે અમેરિકાના એક ડેલીગેશનનું સ્વાગત કરવાની મનાઇ કરી. અને એ સંદેશો આપ્યો કે તે આવી વસ્તુ સહન નહી કરે. બ્રાજીલે પોતાના સન્માન માટે જે કર્યું, શું આપણને તેનું ગૌરવ કરવું જોઇએ કે નહી? હું બીજી ઘટના કહું- હમણાં થોડાં દિવસો પહેલાં અમેરિકાની જાસૂસી સંસ્થામાં કામ કરનાર સ્નોડેલ પર આરોપ લાગ્યો કે તેને અમેરિકાની જાસૂસી સંસ્થાની કેટલીક વાતો લીક કરી દિધી છે.

આરોપ લગાવ્યો જે તે દેશદ્રોહી છે. અમેરિકન સરકાર તેને ધરપકડ કરવા માંગતી હતી. સ્નોડેન રૂસ હતો રહ્યો ત્યાં આશ્રય મળ્યો. આ વાતથી નારાજ થઇને ઓબામા રૂસ જવાના હતા, પરંતુ આ સાંભળીને મનાઇ દિધી કે તમે અમારા જાસૂસને પનાહ આપી છે માટે નહી જાવ. ઓબામાએ પોતાની તાકાત બતાવી. મિત્રો આપણે વિચારવું પડશે. દુનિયાનો દેશ નાનો હોય કે મોટો, જ્યારે તેમના સ્વાભિમાન પર ચોટ પહોંચે છે, તો તે દેશ પોતાની ઇજ્જત માટે ઉભો થઇ જાય છે.

વડાપ્રધાનજીને પૂછવા માંગુ છું
એટલા માટે હું પુછવા માંગુ છું કે વડાપ્રધાનજી તમે અમેરિકામાં છો, તમારી પ્રાથમિકતા શું છે? હિન્દુસ્તનનું ગૌરવ, સ્વાભિમાન, જવાનોનું લોહી, તેમનું બલિદાન તમારી પ્રથમિકતા છે, કે પછી દુનિયાની નજરોમાં સારું બનવાની પ્રાથમિકતા છે? દેશમાં એક એવી સરકાર છે, જેના કારણે ન કોઇ દેશમાં આપણી માતાઓ બહેનો સુરક્ષિત છે, અને ના તો બોર્ડર પર જવાનો સલામત છે, અને આ સરકાર રહેતાં ચીન પર આપણી ભૂમિ પણ સલામત નથી, ગુજરાત હોય કે તમિલનાડુ હોય કે કેરલ આપણા માછીમારો સલામત નથી.

ઉદ્યોગ તથા અર્થ વ્યવસ્થા
આ સરકારને રૂપિયાને એટલો નબળો કરી દિધો છે કે મોંધવારી ચરમસીમાએ પહોંચી ગઇ છે. જો સરકાર રહેશે તો આગળ જઇને રૂપિયાને માઇક્રોસ્કોપ વડે શોધવો પડશે. અર્થશાસ્ત્રીનું કહેવું છે કે આગામી પાંચ વર્ષો સુધી જો આવી સ્થિતી બનેલી રહેશે, તો હિન્દુસ્તાનના કરોડો યુવાનો બેરોજગાર થઇ જશે અને ભારતની તરૂણાઇ ભીખ માંગતી નજરે પડશે.

મિત્રો કેન્દ્ર સરકારની નીતિઓના કારણે આપણા દેશના ઉદ્યોગ ઠપ્પ થઇ રહ્યાં છે. નાના ઉદ્યોગો પર તાળા લાગી ગયાં છે, તેનું સૌથી મોટું કારણ દિલ્હીની સરકારની નિતીઓ જવાબદાર છે. તે ફક્ત અમીરોનું ભલું કરે છે. અમીર કંપનીઓ માટે તિજોરીઓ લુટાવે છે યુપીએ સરકાર. નાના વેપારીઓને હેરાન કરવા તેમની નિતીઓ છે.

આપણા દેશમાં વિકાસમાં આપણા યુવાનોનો હાથ જરૂરી છે. તેના માટે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી લાખો કરોડો લોકોને રોજગાર આપવાની જરૂરી છે. તમારા પિતાને, તમારા મોટાભાઇને મજબૂરીમાં જીવવું પડ્યું હશે, પરંતુ તમે સંકલ્પ કરો કે તમારે મજબૂરીની જીંદગી જીવવી નથી.

વિજળીની સમસ્યાનો મુદ્દો ઉપાડ્યો
કેન્દ્ર સરકારની નીતિઓ જુઓ. આજે 20 હજાર મેગાવૉટ વિજળી પેદા કરવાની ક્ષમતા રાખનાર પાવર પ્લાન્ટ બંધ પડ્યા છે. કેટલાક રાજ્ય વિજળી માટે તરસી રહ્યાં છે, પરંતુ કેન્દ્ર આ પરિસ્થિતીઓને બદલવા માંગતી નથી. તે ફક્ત તે બદલવા માંગે છે જ્યાં પૈસા કમાવવાની તક હોય.

આધાર કાર્ડનો મુદ્દો ઉપાડ્યો
જે આધાર કાર્ડને લઇને કોંગ્રેસ આટલા દિવસોથી નાચી રહી હતી, આજે તેના પર સુપ્રીમ કોર્ટે આકરી ટીકા કરી છે. અમે પૂછવા માંગીએ છીએ કે આધાર કાર્ડમાં કેટલા પૈસા કમાયા. આજે હું પુછવા માંગુ છું કે મનમોહન સિંહને શું તમારા કેબિનેટના બધા મંત્રી આના પર સહમત હતા, શું રાજ્યોએ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પરંતુ તમે રાજકીય રંગ બતાવવા માટે કરોડો રૂપિયા બરબાદ કરી દિધા.

કોંગ્રેસનો ડીએનએ
કોંગ્રેસના ડીએનએમાં દેશને તોડવાની આદત છે. આઝાદી દરમિયાન જ તેને આવો વ્યવહાર અપનાવ્યો છે. દેશના બે ટુકડા કરવાનું પાપ પણ તે કોંગ્રેસે કર્યું છે. આ કોંગ્રેસે પાણીના મુદ્દે બે રાજ્યોને લડાવતી રહી છે. આ કોંગ્રેસે ભાષાના નામે નવા નવા તોફોનો ઉભા કર્યા, દેશને ભાષાના નામે રાજ્યોને લડાવ્યા.

1957 પછી હિન્દુસ્તાન મુસલમાન એક સાથે આઝાદીની લડાઇ લડી રહ્યાં હતા, પરંતુ કોંગ્રેસે જ્યારે જંગનું નેતૃત્વ કર્યું તો બંને વહેંચી દિધા. ધર્મના નામે દેશમાં ભાગલા પાડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આમ કરીને કોંગ્રેસ વોટ મજબૂર કરે છે. આ એ જ કોંગ્રેસ છે જેને જાતિના નામ પર આગળ પાછળ લડાઇ શરૂ કરાવી. ફોરવર્ડ અને બેકવર્ડ વચ્ચે તિરાડ પાડી.

English summary
Narendra Modi is all set to speak in a rally in Trichy of Tamil Nadu. Many BJP leaders along with party president Rajnath Singh are present on stage. Here are live updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X