For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPA સરકારે માન્યું કે નેશનલ હાઇવેને વાજપેઇ સરકારે આપ્યો વેગ!

|
Google Oneindia Gujarati News

atal bihari vajpayee
નવી દિલ્હી, 2 જુલાઇ : કોંગ્રેસ કોઇ કામનો શ્રેસ બીજેપીના નેતૃત્વવાળી એનડીએની સરકારને આપે તો એ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે. પરંતુ દેશમાં નેશનલ હાઇવેના નેટવર્કને વધારવાના મામલામાં કોંગ્રેસની આગેવાની વાળી યુપીએ સરકારે એ વાતનો સ્વીકાર કર્યો છે.

યુપીએ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટની સામે માન્યું છે કે દેશમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટને વાજપેઇ સરકારના કાર્યકાળમાં વેગ મળ્યો. છેલ્લા 32 વર્ષોમાં તૈયાર કરવામાં આવેલા નેશનલ હાઇવેનો અડધો ભાગ એનડીએ સરકારના કાર્યકાળમાં તૈયાર થયો.

પોતાના સોગંધનામામાં કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે 1980માં દેશમાં નેશનલ હાઇવેની કુલ લંબાઇ 29,023 કિલોમીટર હતી. 2012માં તે વધીને 76,818 કિલોમીટર થઇ ગઇ છે. એનો અર્થ એ છે કે 32 વર્ષમાં નેશનલ હાઇવેમાં 47,795 કિલોમીટરનો વધારો થયો. કેન્દ્રએ આ સોગંધનામામાં જણાવ્યું છે કે 1997-2002 દરમિયાન નેશનલ હાઇવે માં 23,814 કિલોમીટર વધારે જોડાયું.

આ દરમિયાન કેન્દ્ર એનડીએની સરકાર હતી. આ રીતે 50 પર્સેન્ટ નેશનલ હાઇવેને બનવામાં 30 વર્ષ લાગી ગયા, જ્યારે બાકીના 50 ટકા 5 વર્ષમાં તૈયાર થયું. કોઇપણ પંચવર્ષીય યોજનામાં પહેલીવાર નેશનલ હાઇવેનું નિર્માણ એટલા મોટા સ્તર પર થયું.

સોગંધનામાં અનુસાર યુપીએ સરકાર લગભગ 10 વર્ષના કાર્યકાળમાં નેશનલ હાઇવે 16 હજાર કિલોમીટર વધું બન્યું. 2012-2017 દરમિયાન તેમાં 3000 કિલોમીટર વધુ જોડવાનો પ્રસ્તાવ છે. પરંતુ મધ્યપ્રદેશમાં 530 અને ગુજરાતમાં 627 કિલોમીટર નિર્માણને ડિ નોટિફાઇ કરી નાખવામાં આવ્યું છે.

કેન્દ્રએ આ સોગંધનામું સંજય કુલશ્રેષ્ઠની અરજી પર આપ્યું. તેમણે સુપ્રીમ કોર્ટને નેશનલ હાઇવેને વધુ સુરક્ષિત બનાવવા અને તેમાં મેડિકલ અને ટ્રોમા સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકારને નિર્દેશ કરવાની માંગણી કરી હતી.

ભારતમાં નેશનલ હાઇવે સહીત કુલ રોડ નેટવર્કની કૂલ લંબાઇ 46.90 લાખ કિલોમીટર છે. આનું ક્ષેત્રફળ લગભગ 1.43 વર્ગ કિલોમીટર બેસે છે. કેન્દ્રના જણાવ્યા અનુસાર નેશનલ હાઇવે દેશના કુલ રોડ નેટવર્કનો 1.7 ટકા છે. જ્યારે તેના પરથી કુલ ટ્રાફિકના 40 ટકા ટ્રાફિક પસાર થાય છે.

English summary
NDA regime constructed 50% of national highways laid in last 30 years: Centre said to supreme court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X