For Quick Alerts
For Daily Alerts
કાશ્મીરની બરબાદી માટે નેહરૂ જવાબદાર: ગડકરી
નવી દિલ્હી, 15 ડિસેમ્બર: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પહેલ પર ભાજપ તરફથી આખા દેશમાં મેરેથન રેલી 'રન ફોર યૂનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી ભલે દાવો કરે કે આ દોડનો રાજનીતિ સાથે કોઇ લેવા દેવા નથી, અને સરદાર પટેલની યાદમાં આ દોડ કરવામાં આવી રહી છે. એકતાના નામ પર નિકાળવામાં આવેલી આ દોડમાં ભાજપ તરફથી રાજકારણ કરવામાં આવ્યું હતું.
ભાજપના પૂર્વ અધ્યક્ષ ગડકરીએ જણાવ્યું કે કશ્મીરની બર્બાદી માટે નેહરૂ જવાબદાર છે. નિતિન ગડકરીએ આ દોડ દ્વારા નેહરૂ અને પટેલની તુલના કરી અને તેને કશ્મીર મામલા સાથે જોડીને આખા મામલાને રાજકીય રંગ આપવાની કોશીશ કરી હતી.
ભાજપના ઘણા નેતાઓએ આ મુદ્દે રાજનીતિ શરૂ કરી દીધી હતી. નીતિન ગડકરીએ એકતા દોડને લઇને જે કઇ પણ કહ્યું ભાજપના અન્ય નેતાઓ સિદ્ધાર્થ નાથ સિંહે પણ પટેલ અને નેહરૂની તુલના કરી અને પટેલને નેહરૂ કરતા ઊંચા બતાવવામાં કોઇ કસર બાકી ન્હોતી રાખી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની પુણ્યતિથિના અવસરે દેશભરમાં રન ફોર યૂનિટી નામે મેરેથોન દોડનું આયોજન કર્યું હતું અને તેમાં દેશના 1100 જેટા સ્થળોએ લગભગ 40 લાખથી વધું લોકોએ આ દોડમાં ભાગ લીધો હતો.