AIDSની નવી રસી, HIVનું નામોનિશાન મિટાવી દેશે!
વોશિંગ્ટન, 12 સપ્ટેમ્બર: એઇડ્સની નવી રસી શરીરમાંથી ઘાતક એચઆઇવીને સંપૂર્ણ રીતે ખતમ કરવામાં સક્ષમ સાબિત થઇ શકે છે. એક નવા રિસર્ચમાં આ રસી વિશે આ દાવો કરવામાં આવ્યો છે.
શોધકર્તાઓએ કહ્યું હતું કે ઓરેજોન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવેલી એઇડ્સની આ રસીએ વનમાનુષોમાં એઇડ્સમાં ફેલાવનાર વાયરસોના બધા લક્ષણ પ્રભાવી રીતે મટાડવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું.
આ રસીનું પરિક્ષણ વનમાનુષોમાં જોવા મળેલા એચઆઇવીની જેમ એક અન્ય વાઇરસ એચઆઇવી પર કરવામાં આવી રહ્યું છે. એચઆઇવી વાંદરાઓમાં એઇડ્સ ફેલાવે છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એચઆઇવી માટે આવી રસીની તપાસ જલદી જ માણસો પર કરવામાં આવશે.
ઓચએસયૂ વેક્સીન એન્ડ જીન થેરેપી ઇન્સ્ટીટયૂટના સહાયક નિર્દેશક લુઇસ પિકરે કહ્યું હતું કે અત્યાર સુધી એચઆઇવી સંક્રમણની સારવાર ખૂબ ઓછા કેસમાં જ કરવામાં આવી શકે છે, જેમાં એચઆઇવી સંક્રમિત વ્યક્તિને એન્ટી વાઇરલ દવાઓ સંક્રમણ બાદ તાત્કાલિક દવા આપવામાં આવી અથવા જેમને કેન્સર પર કાબૂ મેળવવા માટે સેલ ટ્રાંસપ્લાટ કરાવ્યું. પિકરે કહ્યું હતું કે તાજેતરની શોધથી સાબિત થાય છે કે નવી રસીથી પ્રાપ્ત પ્રતિરોધક ક્ષમતાની પ્રતિક્રિયાઓમાં શરીરમાંથી એચઆઇવી સંપૂર્ણ રીતે મટાવવાની પણ ક્ષમતા હોય શકે છે.
પોતાના પરીક્ષણમાં પિકરે સાઇટોગેલોવાયરસ અથવા સીએમવીનો ઉપયોગ કર્યો. આ સાધારણ વાઇરસ ખૂબ મોટી સંખ્યામાં જોવામાં આવે છે. શોધકર્તાઓને જાણવા મળ્યું કે સીએમવી અને એસઆઇવીનું પરસ્પરમાં મળવું એક અલગ પ્રકારનો પ્રભાવ ધરાવે છે. 'ઇફેક્ટર મેમરી'ના ટી સેલ એસઆઇવી સંક્રમિત કોશિકાઓને શોધવી અને તેમને નષ્ટ કરવામાં સક્ષમ છે. આ અધ્યયન નેચર નામક પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.