For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી અમારા માટે ખતરો કે પડકાર નથી: મનમોહન સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-modi
નવી દિલ્હી, 18 જૂન: કોંગ્રેસ સંગઠનમાં પરિવર્તન અને મંત્રીમંડળમાં ફેરબદલ બાદ વડાપ્રધાન મનમોહન સિંહે સોમવારે ફરી એકવાર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી જવાબદારી સોંપવાની વકાલત કરી હતી. આ સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પડકાર હોવા અંગે મનાઇ કરી દિધી હતી.

કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ આઠ નવા મંત્રીઓ દ્રારા રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે શપથ ગ્રહણ કર્યા બાદ વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે મને હંમેશાથી પુરો વિશ્વાસ રહ્યો છે કે યુપીએના રૂપમાં અમે ત્રીજી વાર સત્તામાં આવીશું અને દેશની જનતા ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરશે. નરેન્દ્ર મોદીથી કોઇ ખતરો નથી. જનતાને ખબર છે કે નરેન્દ્ર મોદી શું છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપના કેન્દ્રીય રાજકારણમાં નરેન્દ્ર મોદીનું કદ વધ્યા બાદ વડાપ્રધાનની આ ટિપ્પણી સામે આવી છે.

વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું છે કે રાહુલ ગાંધી કોંગ્રેસના સ્વાભાવિક નેતા છે. હું ઇચ્છું છું કે રાહુલ ગાંધી મારી જવાબદારી સંભાળે. મારી ઇચ્છા છે કે રાહુલ ગાંધી યુપીએના નેતા બને. મને ખુશી થશે જો રાહુલ ગાંધી મારી જવાબદારી સંભાળે. મારું માનવું છે કે યુપીએ ત્રીજીવાર સત્તામાં આવશે. પ્રજા બીજીવાર અમારી પર વિશ્વાસ મુકશે અને વિશ્વાસ રાખશે.

તેમને ટ્વિટર પર એમપણ લખ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર ધર્મનિરપેક્ષ નેતા છે. નરેન્દ્ર મોદીને પડકાર ન માનતા કહ્યું હતું કે પ્રજા બધુ જ જાણે છે અને પ્રજા જ નક્કી કરશે. નરેન્દ્ર મોદી કોઇ પડકાર નથી.

કોંગ્રેસ-જેડીયૂની સંભાવના પર મનમોહન સિંહે કહ્યું હતું કે રાજકારણમાં કોઇ કાયમી મિત્ર કે દુશ્મન હોતો નથી. અમે સ્થિતીના આધારે નિર્ણય કરીએ છીએ. જેડીયૂ-ભાજપના ગઠબંધનવાળી એનડીએમાંથી છુટા પડવાના મુદ્દે તેમને કહ્યું હતું કે આ તેમનો આંતરિક મુદ્દો છે. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએનું કેન્દ્ર સરકારના રૂપમાં આ બીજો કાર્યકાળ છે. આગામી લોકસભાની ચૂંટણી 2014માં યોજાવવાની છે.

English summary
"Modi is no threat. People of India know what he stands for. People of India have to draw their own conclusion what they stand for," Manmohan Singh said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X