For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવાથી અમને કોઈ વાંધો નથી-નીતીશ કુમાર

નીતિશ કુમારે કહ્યું કે, રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર બનાવવા મુદ્દે કોંગ્રેસના દબાણથી તેમને કોઈ વાંધો નથી. અહીં નીતીશ કુમારે એ વાત પણ દોહરાવી કે તે પીએમ પદના દાવેદાર નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આ દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને વિપક્ષી નેતાઓને બોલાવી રહ્યા છે. રાહુલ ગાંધીની યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે ત્યારે હવે કમલનાથના નિવેદને નવી ચર્ચા છેેડી છે. હાલમાં જ કમલનાથે કહ્યું હતું કે, 2024માં રાહુલ ગાંધી મુખ્યમંત્રીપદના ઉમેદવાર હશે. હવે આ મુદ્દે નીતિશ કુમારની પ્રતિક્રિયા સામે આવી છે.

nitish kumar

આ મુદ્દે નીતિશ કુમારને પુછવામાં આવતા નીતિશ કુમારે કહ્યું કે, રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર બનાવવા મુદ્દે કોંગ્રેસના દબાણથી તેમને કોઈ વાંધો નથી. અહીં નીતીશ કુમારે એ વાત પણ દોહરાવી કે તે પીએમ પદના દાવેદાર નથી.

રાહુલ ગાંધીના પીએમ પદના દાવેદાર બનવા મુદ્દે નીતિશ કુમારને સવાલ કરાયો હતો કે શું રાહુલ ગાંધી વિપક્ષના પીએમ પદના ઉમેદવારનો ચહેરો બની શકે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે અમને આમાં કોઈ સમસ્યા નથી. એમાં ખોટું શું છે? બધાએ સાથે સ્ટેજ પર આવવું જોઈએ, બધું એકસાથે નક્કી કરવામાં આવશે. અમે રાહ જોઈ રહ્યા છીએ. લોકો મારા વિશે પણ કહે છે, પરંતુ અમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી. હું આ રેસમાં નથી.

એક કાર્યક્રમમાં નીતિશ કુમારે કહ્યું કે, આ દિવસોમાં કેન્દ્ર સરકાર માત્ર જાહેરાતો જ કરી રહી છે. દિલ્હીની અર્થહીન એકતરફી વાતો જ પ્રકાશિત થાય છે. જાહેરાત સિવાય કંઈ થયું નથી. હું 5 જાન્યુઆરીથી વિવિધ સ્થળોની મુલાકાત લઈશ અને જોઈશ કે કેટલું કામ થયું છે અને કેટલું બાકી છે. અમે લોકોની ફરિયાદો સાંભળીશું અને સમજીશું.

English summary
Nitish Kumar's important statement on making Rahul Gandhi PM, know what he said?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X