For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિતિશ કુમાર ગુજરાતમાં પ્રચાર કરશે નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitish-kumar
પટના, 27 ઑક્ટોબર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવાના મુદ્દે ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ લગાવતાં નિતિશ કુમાર કહ્યું હતું કે તે પોતાના વ્યસ્તતાને ધ્યાનમાં રાખતાં તે ચૂંટણી પ્રચાર કરવા માટે ગુજરાત જશે નહી.

મંત્રીમંડળની બેઠક બાદ નિતિશ કુમારે સંવાદદાતાઓને કહ્યું હતું કે 'પાકિસ્તાનની યાત્રા, બિહાર વિધાનસભા સત્ર, અધિકાર રેલી અને આરજેડી સરકારના રિપોર્ટ કાર્ડને રજૂ કરવાના વગેરે પહેલાંથી નક્કી કરેલાં વ્યસ્ત કાર્યક્રમોને કારણે તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા જઇ શકશે નહી. તેમને કહ્યું હતું કે 'હું 2007 વિધાનસભાની ચૂંટણી દરમિયાન જેડીયૂ માટે પ્રચાર કરવા ગુજરાત ગયો હતો. આ વર્ષે વ્યસ્તતાના કારણે હું ગુજરાત જઇ શકું તેમ નથી, જો કે ત્યાં અમારી પાર્ટીનો સારો સપોર્ટ છે'.

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ નિતિન ગડકરી પર લાગેલાં ભષ્ટ્રાચારના આરોપોના સંબંધમાં નિતિશ કુમારે કહ્યું હતું કે 'આ ભાજપનો અંદરનો મામલો છે. આ અંગે જરૂર પડશે તો ભાજપ નિર્ણય લેશે. ગડકરીએ પોતે તપાસની વાત કરી છે અને તપાસ દરમિયાન સત્ય સામે આવી જશે. અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા પર લાગેલા ભષ્ટ્રાચારના આરોપોને કોંગ્રેસ દ્રારા રફેદફે કરવા સંબંધી તેને કહ્યું હતું કે 'કાયદો બધા માટે સરખો હોવો જોઇએ. આ રાષ્ટ્રીય કક્ષાનો મામલો છે'.

પોતાની આગામી પાકિસ્તાન યાત્રા (9 થી 16 નવેમ્બર) અંગે પૂછતાં તેમને જણાવ્યું હતું કે ' આ એક સદભાવના યાત્રા છે. સિંધ અને અન્ય પ્રાંતની સરકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સંબંધે પાકિસ્તનના હાઈ કમિશનર સમલાન બશીર અહીં આવ્યાં હતાં. તેમના સાથે ઘણી સારો વાતો થઇ હતી. તેમને કહ્યું હતું કે પાકિસ્તાન જવાથી ત્યાં તેમને અલગ-અલગ રાજનૈતિક દળો સાથે વિચાર-વિમર્શ કરવાનો અવસર મળશે. તે તક્ષશિલા, મોહેંજ્જો દડો પણ જશે. રામ નિર્માણ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે 'મારું અને મારી પાર્ટીનું માનવું છે કે અયોધ્યામાં રામ મંદિર અંગે વિવાદનું સમાધાન વાતચીત અથવા કોર્ટના નિર્ણયથી થવું જોઇએ.

English summary
Bihar Chief Minister Nitish Kumar on Friday said he would not go to Gujarat to campaign for JD(U) for coming Assembly Elections there due to his 'excessive engagements'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X