For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકારણમાં કોઇ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતો: પ્રધાનમંત્રી

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 31 મે : પ્રધાનમંત્રી મનમોહન સિંહ જાપાન અને થાઇલેન્ડ પ્રવાસ પરથી પાછા ફરથી વખતે તેમના ખાસ વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસ આવનાર સામાન્ય ચૂંટણી પહેલા વામપંથી દળો અથવા તૃણમૂલ કોંગ્રેસ સાથે એકવાર ફરી હાથ મીલાવશે. જેના જવાવમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે રાજકારણમાં કોઇ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતો.

બિલ પાસ નહી થવા માટે વિપક્ષ જવાબદાર

પ્રધાનમંત્રી મનમોહન સિંહે વિવિધ બિલ પાસ નહી થવા માટે વિપક્ષી દળોને જવાબદાર ગણાવ્યું છે. જાપાન અને થાઇલેન્ડની પાંચ દિવસીય યાત્રા પરથી પાછા ફરી રહેલા પ્રધાનમંત્રીએ પોતાના વિશેષ વિમાનમાંથી પત્રકારો સાથેની વાતચીતમાં જણવ્યું કે 'વિપક્ષના વિરોધી અને અસહિષ્ણુ વલણના કારણે બિલ પાસ થઇ શક્યા નહીં.' તેમણે જણાવ્યું કે વિપક્ષે હાલના વર્ષોમાં અવરોધ ઉભો કરવાની જ ભૂમિકા નિભાવી છે. મને દુ:ખ એ વાતનું છે કે તેમના આ વલણના કારણે ઘણા મહત્વપૂર્ણ બિલ પાસ થઇ શક્યા નહીં.

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પર થઇ રહ્યો છે વિચાર

પ્રધાનમંત્રી મનમહોન સિંહે શુક્રવારે જણાવ્યું કે મંત્રીમંડળના વિસ્તાર પર વિચાર કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીયમંત્રી મંડળમાં ઘણા પદો ખાલી પડ્યા છે. કોંગ્રેસ નેતા અશ્વિની કુમાર અને પવન બંસલે હાલમાં જ રાજીનામું આપ્યું છે, જ્યારે તૃણમુલ કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કડગમ(ડીએમકે) પણ સરકાથી અલગ થઇ ગઇ, જેના કારણે તેમના નેતાઓએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.

English summary
There are no permanent allies in politics and no permanent enemies either, Prime Minister Manmohan Singh said Friday. "In politics, there are no permanent enemies or friends," the prime minister told reporters on his way back from a trip to Japan and Thailand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X