For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી અંગે યુટર્ન નહીં: રાજનાથ સિંહ

|
Google Oneindia Gujarati News

modi-rajnath
બાંસવાડા, 11 જૂનઃ ચૂંટણી સમિતિના ચેરમન તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરવામાં આવ્યાના ટૂંક જ સમયમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પક્ષના લોહપુરુષ લાલકૃષ્ણ અડવાણીએ તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ એવો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે મોદીની નિયુક્તિ અંગે પક્ષ કદાચ પુનર્વિચાર કરી શકે છે, પરંતુ આ તમામ કયાસો પર પાણી રેડતા આજે બાંસવાડા ખાતે પક્ષના રાષ્ટ્રિય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે, નરેન્દ્ર મોદી અંગેનો નિર્ણય બદલવામાં આવશે નહીં.

રાજસ્થાનના બાંસવાડા ખાતે પત્રકારોને સંબોધતા ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે, નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન બનાવવાનો નિર્ણય બધાની સહમતિથી લેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીનો બધાએ સ્વિકાર કર્યો છે. મોદી અંગે યુ ટર્ન લેવામાં આવશે નહીં. અડવાણીને લઇને તેમણે કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણી અમારા વરિષ્ઠ છે અને અમે તેમને મનાવી લઇશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવા ખાતે ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીની બે દિવસની બેઠક મળી હતી. આ બેઠકમાં પણ પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યાં નહોતા અને ત્યારબાદ 9મી જૂનના રોજ સર્વાનુમતે પક્ષની ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમને તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરવામાં આવી હતી. આ વચ્ચે અડવાણીના ઘરની બહાર મોદી સમર્થકો દ્વારા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું હતું. બે દિવસના આ હાઇવોલ્ટેજ ડ્રામાના બીજા જ દિવસે લાલકૃષ્ણ અડવાણી પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને ભાજપના રાજકારણમાં ભૂકંપ આવ્યો હોય તેવો માહોલ ઉભો કરી દીધો છે અને હાલ પક્ષના તમામ દિગ્ગજ તેનાઓ તેમને મનાવવામાં લાગી ગયા છે.

English summary
today rajnath singh says that no u turn on modi's selection as a chairman of election campaign committee of BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X