For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે લૉકડાઉન દરમિયાન કરી શકો છો આ કામ, ગૃહ મંત્રાલયે આપી છૂટ

ગૃહ મંત્રાલયે લૉકડાઉનમાં એક દિશા-નિર્દેશ જારી કર્યા છે જેમાં દેશબંધી દરમિયાન અમુક કામોમાં છૂટ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના વધતા કેસ સાથે દેશમાં સંપૂર્ણ લૉકડાઉન વધવા અંગે ચર્ચાએ જોર પકડ્યુ છે. આ દરમિયાન ગૃહ મંત્રાલય તરફથી પણ એવા સંકેત મળી રહ્યા છે કે લૉકડાઉનને લંબાવવામાં આવી શકે છે. આવુ એટલા માટે કારણકે શનિવારે ગૃહ મંત્રાલય તરફથી અમુક કામો માટે લૉકડાઉનમાં છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે લૉકડાઉનમાં એક દિશા-નિર્દેશ જારી કર્યા છે જેમાં દેશબંધી દરમિયાન અમુક કામોમાં છૂટ આપવામાં આવી છે.

lockdowm

ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કરીને માછલી પકડવા(સમુદ્રી-જળ) કૃષિ ઉદ્યોગના સંચાલનને છૂટ આપી છે. આમાં ફીડિંગ અને મેઈનટેનન્સ પણ શામેલ છે. આ ઉપરાંત મંત્રાલયે ફૂડ પ્રોસેસિંગ, ફીડ પ્લાન્ટ્સ, પેકેજિંગ, કોલ્ડ ચેન, પાકની કાપણી, સેલ્સ અને માર્કેટિંગ જેવા કામો માટે લૉકડાઉનના સમયમાં છૂટ આપી છે. જો કે આદેશમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે કામ દરમિયાન સામાજિક અંતર, હાઈજીન પ્રેક્ટીસ અને સરકાર દ્વારા જારી સુરક્ષા નિયમો પાલન કરવાનુ રહેશે. આમ ન કરનાર સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ કોરોના મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહેલા પીએમ મોદીઃ હું 24x7 ઉપલબ્ધ છુઆ પણ વાંચોઃ કોરોના મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહેલા પીએમ મોદીઃ હું 24x7 ઉપલબ્ધ છુ

English summary
Now this work can be done during lockdown Home Ministry gave exemption
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X