For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને PM બનાવવા NRI પણ કરશે મતદાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર : હવે માત્ર ભારતમાં રહેતા લોકો નહીં પણ વિદેશમાં વસતા અપ્રવાસી ભારતીયોએ પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતના વડાપ્રધાન બનાવવા માટેનું બીડું ઉઠાવ્યું છે. આ વખતે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટે એનઆરઆઇ પણ મોટી સંખ્યામાં મતદાન કરવાના છે. આ જ પરિણામે નરેન્દ્ર મોદી હવે પોતાના ચૂંટણી પ્રચારમાંથી કેટલોક સમય એનઆરઆઇ માટે પણ કાઢી રહ્યા છે અને તેમને વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બર, 2013 શનિવારના રોજ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અમેરિકા, કેનેડા અને યુરોપમાં રહેતા ભારતીયોને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે અમારો હેતુ ભારતને આગળ વધારવાનો છે. આ માટે તેમણે આગામી લોકસભા ચૂંટણી 2014માં કોની જીત થાય તેના પર પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ચૂંટણીને સત્તાસુખ મેળવવાના લક્ષ્ય તરીકે જોવી જોઇએ નહીં. ચૂંટણીઓને ભારતને પ્રગતિના પંથ પર આગળ લઇ જવાના લક્ષ્ય સાથે જોવી જોઇએ.

narendra-modi

નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટે ફ્રેન્ડ્સ ઓફ બીજેપી નામની સંસ્થાની વિવિધ શાખાઓ વિવિધ દેશમાં કાર્યરત થઇ ગઇ છે. આ એકમોના માધ્યમથી ભાજપના કાર્યકર્તાઓ દુનિયાભરમાં એ ભારતીયોને મતદાન આપવા માટે પ્રેરિત કરી રહ્યા છે જેઓ વિદેશમાં રહે છે.

NRI કેવી રીતે કરી શકે છે મતદાન?
ભારતમાં ચૂંટણી પંચે એનઆરઆઇ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. જેના અંતર્ગત એરઆરઆઇ પણ વોટ કરી શકે છે. વોટ કરતા પહેલા એનઆરઆઇએ પોતાનું નામ એનઆરઆઇ મતદાર યાદીમાં નોંધાવવાનું હોય છે. જે માટે ફોર્મ 6એ ભરવાનું હોય છે. જો મતદાર યાદીમાં નામ નોંધાઇ જાય પણ તેમાં કોઇ ભૂલ કે ખામી રહી ગઇ હોય તો તેમાં સુધારો કરવા માટે ફોર્મ 8 ભરીને જમા કરાવવાનું હોય છે.

મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મની સાથે એક ફોટો, પાસપોર્ટ કે વીઝાની ફોટો કોપી પણ જોડવાની હોય છે. ચૂંટણી દરમિયા વિદેશમાં રહેતા ભારતીયઓએ વોટ આપવા માટે ભારત આવવું પડતું નથી. તેઓ જે દેશના જે પણ શહેરમાં રહેતા હોય ત્યાંથી જ મતદાન કરી શકે છે. આ માટે ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ પર તમામ માહિતી ઉપલબ્ધ છે.

English summary
NRIs will vote in Loksabha Election to make Narendra Modi PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X