For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાએ અમેરિકા આવવા માટે મોદીને પાઠવ્યું આમંત્રણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-obama
નવી દિલ્હી, 11 જુલાઇ: રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાની યાત્રા પર આવવાનું ઔપચારિક આમંત્રણ આપ્યું છે. અમેરિકાની ઉપ વિદેશ મંત્રી વિલિયમ બંર્સે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમને શુક્રવારે આમંત્રણની ચિઠ્ઠી સોંપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકા જશે.

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બંને દેશોને દ્વિપક્ષીય સંબંધોને 21મી સદીમાં નિર્ણાયક ભાગીદારીનું રૂપ આપવા માટે તેમની સાથે નજીકથી કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. નરેન્દ્ર મોદીએ આ આમંત્રણ માટે ધન્યાવાદ પાઠવતાં કહ્યું હતું કે તેમને સપ્ટેમ્બરમાં પરિણામોન્મુખી યાત્રાની ઇતંઝારી રહેશે જેથી આવા નક્કર પરિણામ આવશે જે રાજકીય ભાગીદારીને 'નવી ગતિ અને ઉર્જા' પ્રદાન કરશે. નરેન્દ્ર મોદીને બરાક ઓબામાનું આમંત્રણ પત્ર અમેરિકાના ઉપ વિદેશમંત્રી વિલિયમ બંર્સે ત્યારે આપ્યું જ્યારે તેમણે અહીં નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે બરાક ઓબામાએ પત્રમાં નરેન્દ્ર મોદીને સપ્ટેમ્બરમાં વોશિંગ્ટનની યાત્રા કરવા માટે પોતાનું આમંત્રણ પુનરાવર્તિત કર્યું અને સાથે જ એમપણ કહ્યું કે તે ભારત-અમેરિકા સંબંધોને 21મી સદીમાં એક નિર્ણાયક ભાગીદારીને રૂપ આપવા માટે તેમની સાથે ઘનિષ્ઠતાથી કામ કરવા માટે ઇચ્છુક છે. વિલિયમ બંર્સે આર્થિક સંબંધોને મજબૂતી પુરી પાડવાની ઓબામાની ઇચ્છાથી અવગત કરાવ્યા જેમાં આગામી પેઢીની ટેક્નોલોજી અને વિનિર્માણ ક્ષેત્ર, ઉર્જા સુરક્ષા વધારવામાં મદદ, સમુદ્રી સુરક્ષા સહયોગમાં વધારો, આતંકવાદી વિરોધી અને ગુપ્તચર આદાન પ્રદાન, વિસ્તારિત ચર્ચા અને અફઘાનિસ્તાન પર સમન્વય તથા એશિયામાં સુરક્ષા તથા સમૃદ્ધિ વધારવા માટે વ્યાપક રીતે કામ કરવાનું સામેલ છે.

નરેન્દ્ર મોદીએ સંબંધના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં સહયોગ વધુ વધારવાની સંભાવના જોઇ અને બંને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહિત કરવા માટે નવી પદ્ધતિ નિર્મિત કરવામાં યુવાઓને સામેલ કરવા પર ભાર મૂક્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું કે વડાપ્રધાનમંત્રીએ બધા પડોશી દેશોની સાથે સંબંધોને મજબૂતી પ્રદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. નરેન્દ્ર મોદીએ ઓબામાના તે ટેલિફોન કોલનો ઉલ્લેખ કર્યો જે તેમણે તેમના વડાપ્રધાન બન્યા પછી કર્યો હતો. નરેન્દ્ર મોદીએ બરાક ઓબામાના વિસ્તૃત અને વિચારશીલ પત્રની પણ પ્રશંસા કરી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ, વિદેશ સચિવ સુજાતા માથુર, યૂએસ ચાર્જ ડી અફેયર્સ કૈથલીન સ્ટીફેંન્સ અને દક્ષિણ અને મધ્ય એશિયાઇ કેસો માટે અમેરિકાની ઉપ વિદેશ મંત્રી નિશા બિસ્વાલ પણ હાજર હતી.

English summary
Extending a formal invitation to Prime Minister Narendra Modi for a visit to the US, President Barack Obama has expressed keenness to work closely with him to make the bilateral relations a "defining partnership" in the 21st century.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X