...સેક્યુલરિઝમ પર મોદીને શું કહી બોલી ગયા ઉમર અબ્દુલા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 એપ્રિલ: જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલા દરરોજ નવા-નવા નિવેદનોથી 'મોદી વિરોધ'માં જોડાઇ ગયા છે. તાજા નિવેદનમાં તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર હુમલા કરતાં તેમણે કહ્યું કે તેમને મોદીજી પાસે સેક્યુલેરિઝ્મ પર લેક્ચરની જરૂરત નથી.

ઉમર અબ્દુલાએ કહ્યું હતું કે મોદીજીએ કાશ્મીરીઓનું અપમાન કર્યું છે. તેમણે એ પણ દાવો કર્યો કે અમારા કાર્યકાળમાં કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું ન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ફારૂક અબ્દુલાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વોટ આપતાં પહેલાં પાકિસ્તાનમાં વસવા માંગશે.

omar-abdullah

ફારૂક અબ્દુલા પહેલાં પણ નરેન્દ્ર મોદીને વોટ આપનારને પહેલાં જ સમુદ્રમાં કુદવાની સલાહ આપી ચૂક્યા છે. એવામાં 'પિતા-પુત્ર'ના મોદી વિરોધી સેક્યુલિઝ્મનો મુદ્દો વધતો જાય છે. નિવેદનોની આ લહેરથી રાજકારણ ગરમાઇ રહ્યું છે તથા નેતા દરરોજ, દરેક પળ નિવેદનોની આહુતિઓ નાખવાનું ટાળતા નથી.

આ પહેલાં ફારૂક અબ્દુલાના નિવેદનથી નારાજ નરેન્દ્ર મોદીએ તેમને જવાબ આપ્યો છે. ફારૂક અબ્દુલાએ જ્યાં મોદીને વોટ કરનારાઓને સમુદ્રમાં કુદવાની વાત કહી હતી, તો મોદીએ કહ્યું કે કાશ્મીરને અબ્દુલા પરિવારે બરબાદ કર્યો.

English summary
Omar Abdullah targets Narendra Modi not to give lecture on 'secularism' and mind to his business.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X