For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલકૃષ્ણ આડવાણીના રાજીનામા પર કોણે શું કહ્યું...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જૂન: રવિવારે ગોવામાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક સમાપ્ત થઇ અને સોમવારે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ બીજેપીના તમામ પદો પરથી રાજીનામાની જાહેરાત કરી સૌને ચોકાવી દીધા છે. આડવાણીએ પોતાનું રાજીનામું લેખિતમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહને સોંપી દીધું છે.

લાલકૃષ્ણ આડવાણીએ પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહને આજે લખેલા એક પત્રમાં જણાવ્યું છે કે હું પાર્ટીની સાથે બની રહીશ પરંતુ પાર્ટીના દરેક નિર્ણયોથી દૂર રહીશ. કારણ કે હવે પાર્ટીમાં મારી વિચારધારાના લોકો રહ્યા નથી પાર્ટીમાં હવે માત્ર એજન્ડાને લઇને ચાલનારા જ લોકો છે. માટે હું પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપું છું. આની સાથે આડવાણીએ પાર્ટીની કાર્યકારિણીમાંથી, સંસદીય સમિતિ, ચૂંટણી સમિતિમાંથી રાજીનામુ આપી દીધું છે.

જોકે આ સમાચારના પગલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ આડવાણીના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે અને તેમને મનાવી લેવા માટેનો દૌર ચાલું થઇ ગયો છે. આ ઘટના અંગે બીજેપી તેમજ કોંગ્રેસમાંથી પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. વાંચો કોણે શું કહ્યું...

રાજનાથ સિંહ, અધ્યક્ષ બીજેપી

રાજનાથ સિંહ, અધ્યક્ષ બીજેપી

આડવાણીનું રાજીનામુ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને મળ્યા બાદ તેમણે જણાવ્યું કે તેઓ આડવાણીને મનાવી લેશે અને તેમનું રાજીનામાનો સ્વીકાર કરશે નહીં.

સુષમા સ્વરાજ, બીજેપી

સુષમા સ્વરાજ, બીજેપી

સુષમા સ્વરાજે આ અંગે જણાવ્યું કે મને આશ્ચર્ય છે કે તેમણે મારી સાથે કોઇ ચર્ચા કર્યા વગર આ અંગેનો નિર્ણય લીધો છે. મને કોઇ ખ્યાલ નથી કે તેમણે કયા કારણોસર આવો નિર્ણય લીધો છે. હાલમાં હું તેમને મળવા જઇ રહી છું બાદમાં જ ખબર પડશે કે તેમણે કેમ આવો નિર્ણય લીધો, બાદમાં તમને જણાવીશ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું તેમને મનાવી લઇશ

ઉમા ભારતી, ઉપાધ્યક્ષ બીજેપી

ઉમા ભારતી, ઉપાધ્યક્ષ બીજેપી

બીજેપીના ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ પત્રકારોને જણાવ્યું કે 'હું ભોપાલથી જ આડવાણીજીને વિનંતી કરું છું કે દાદા અમે તમારા વગર નહીં રહી શકીએ. આપ પોતાનું રાજીનામુ પરત લઇ લો' આ ઉપરાંત તેમણે મોદી અંગે કોઇ ટિપ્પણી કરવાની ના કહી દીધી હતી. તેમણે એટલું જ કહ્યું કે હાલમાં અમારું મુખ્ય લક્ષ્ય એ જ છે કે આડવાણીજીને મનાવી લેવા. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે સુષમાજી તેમને મનાવી લેવામાં સફળ રહેશે.

શરદ યાદવ, પ્રવક્તા જેડીયુ

શરદ યાદવ, પ્રવક્તા જેડીયુ

જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના નેતા શરદ યાદવે આ બાબતને અત્યંત દુ:ખદ ગણાવી છે અને જણાવ્યું કે "નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સ્વાસ્થ માટે આ સારી બાબત નથી. એનડીએ પર તેની મોટી નકારાત્મક અસર થશે."

સુરેશ મહેતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, બીજેપી

આડવાણીના રાજીનામા પર તેમણે જણાવ્યું કે જે થઇ રહ્યું છે તે મોડું થઇ રહ્યું છે. જો આ પહેલા થઇ ગયું હોત તો બીજેપી માટે સારી બાબત હોત. આ જે થઇ રહ્યું છે અને ગઇકાલે જે થયું તે બીજેપી માટે અંત સમાન છે. ગઇકાલે મોદીએ કોંગ્રેસમૂક્ત ભારત નિર્માણની વાત કરી હતી પરંતુ આજે આડવાણીમૂક્ત બીજેપી જેવો હાલ મોદીએ કર્યો છે.

કિર્તી આઝાદ, બીજેપી

કિર્તી આઝાદ, બીજેપી

મને આ ઘટના અંગે ખ્યાલ નથી કે શા માટે તેમણે રાજીનામું આપ્યું છે. પાર્ટી તેમને મનાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાછળ વળીને નહી જૂએ.

રામ જેઠમલાણી, બીજેપી

રામ જેઠમલાણી, બીજેપી

લાલકૃષ્ણ આડવાણી હવે વૃદ્ધાવસ્થાને પામી ગયા છે.

શરદ પવાર, એનસીપી

શરદ પવાર, એનસીપી

આટલા મોટા નેતાનું પાર્ટીમાંથી રાજીનામુ આપવું એ બતાવે છે કે પાર્ટીની હાલત શું છે.

રાજનાથ સિંહ, અધ્યક્ષ બીજેપી
આડવાણીનું રાજીનામુ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને મળ્યા બાદ તેમણે જણાવ્યું કે તેઓ આડવાણીને મનાવી લેશે અને તેમનું રાજીનામાનો સ્વીકાર કરશે નહીં.

સુષમા સ્વરાજ, બીજેપી
સુષમા સ્વરાજે આ અંગે જણાવ્યું કે મને આશ્ચર્ય છે કે તેમણે મારી સાથે કોઇ ચર્ચા કર્યા વગર આ અંગેનો નિર્ણય લીધો છે. મને કોઇ ખ્યાલ નથી કે તેમણે કયા કારણોસર આવો નિર્ણય લીધો છે. હાલમાં હું તેમને મળવા જઇ રહી છું બાદમાં જ ખબર પડશે કે તેમણે કેમ આવો નિર્ણય લીધો, બાદમાં તમને જણાવીશ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું તેમને મનાવી લઇશ

ઉમા ભારતી, ઉપાધ્યક્ષ બીજેપી
બીજેપીના ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ પત્રકારોને જણાવ્યું કે 'હું ભોપાલથી જ આડવાણીજીને વિનંતી કરું છું કે દાદા અમે તમારા વગર નહીં રહી શકીએ. આપ પોતાનું રાજીનામુ પરત લઇ લો' આ ઉપરાંત તેમણે મોદી અંગે કોઇ ટિપ્પણી કરવાની ના કહી દીધી હતી. તેમણે એટલું જ કહ્યું કે હાલમાં અમારું મુખ્ય લક્ષ્ય એ જ છે કે આડવાણીજીને મનાવી લેવા. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે સુષમાજી તેમને મનાવી લેવામાં સફળ રહેશે.

શરદ યાદવ, પ્રવક્તા જેડીયુ
જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના નેતા શરદ યાદવે આ બાબતને અત્યંત દુ:ખદ ગણાવી છે અને જણાવ્યું કે "નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સ્વાસ્થ માટે આ સારી બાબત નથી. એનડીએ પર તેની મોટી નકારાત્મક અસર થશે."

સુરેશ મહેતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, બીજેપી
આડવાણીના રાજીનામા પર તેમણે જણાવ્યું કે જે થઇ રહ્યું છે તે મોડું થઇ રહ્યું છે. જો આ પહેલા થઇ ગયું હોત તો બીજેપી માટે સારી બાબત હોત. આ જે થઇ રહ્યું છે અને ગઇકાલે જે થયું તે બીજેપી માટે અંત સમાન છે. ગઇકાલે મોદીએ કોંગ્રેસમૂક્ત ભારત નિર્માણની વાત કરી હતી પરંતુ આજે આડવાણીમૂક્ત બીજેપી જેવો હાલ મોદીએ કર્યો છે.

રામ જેઠમલાણી, બીજેપી
લાલકૃષ્ણ આડવાણી હવે વૃદ્ધાવસ્થાને પામી ગયા છે.

શરદ પવાર, એનસીપી
આટલા મોટા નેતાનું પાર્ટીમાંથી રાજીનામુ આપવું એ બતાવે છે કે પાર્ટીની હાલત શું છે.

English summary
On resignation of lalkrishna advani who said what?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X