For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલી કોલ ડિટેલઃ વધુ એકની ધરપકડ, ત્રીજી વ્યક્તિની શોધખોળ

By Super
|
Google Oneindia Gujarati News

arun-jaitely
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરીઃ દિલ્હી પોલીસે ભાજપી નેતા અને રાજ્યસભાના નેતા વિપક્ષ અરુણ જેટલીના ફોન કોલ ડિટેલ્સ ટેપ કાંડમાં વધુ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલા વ્યક્તિનું નામ નીરજ છે અને તે જાસૂસીનું કામ કરે છે. પોલીસનું કહેવું છે કે તે અરવિંદ ડબાસને લાંચ આપીને લોકોની કોલ ડિટેલ કઢાવતો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરી રહી છે.

ભાજપી નેતા અરુણ જેટલીના કોલ ડિટેલ્સ મામલે નવો ખુલાસો થયો છે. પુષ્પ વિહાર પોલીસ સહિત ચાર પોલીસ ઓફિસેથી અરુણ જેટલીના કોલ ડિટેલ્સની જાણકારી સર્વિસ પ્રોવાઇડર કંપની પાસેથી માંગવામાં આવી હતી. જાણકારી અનુસાર પુષ્પ વિહાર પોલીસના સ્પેશિયલ સ્ટોકની ઓફિસેથી અરુણ જેટલીના કોલ ડિટેલ્સ માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી પણ જેટલીના કોલ રેકોર્ડ્સની માંગ કરાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, સર્વિસ પ્રોવાઇડર કંપનીએ જેટલીના કોલ ડિટેલ્સ આપી દીધા હતા. આ મામલે અત્યાર સુધી ચાર પોલીસ મથક શંકાના પરીઘમાં છે.

અરુણ જેટલીના કોલ ડિટેલ્સ મામલાના આરોપમાં દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલ અરવિંદ ડબાસની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે 32 વર્ષીય અરવિંદ ડબાસ નામના કોન્સ્ટેબલે જેટલીના કોલ ડિટેલ્સ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કોન્સ્ટેબલ અરવિંદ ડબાસે એસીપીના ઓફિશિયલ ઇ મેલથી મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરને પત્ર મોકલ્યો અને જેટલીનું નામ બતાવ્યા વગર તેમના ફોન નંબરના કોલ રેકોર્ડ્સની માંગ કરી હતી.

દિલ્હી પોલીસના આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી તેની વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ ડબાસના અન્ય બે સાથીની શોધખોળ ચાલી રહી છે. જેમાંથી નીરજ નામની એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ત્રીજા આરોપીની શોધખોળ કરી રહી છે. આ મામલે ભાજપે જેટલીના અનધિકૃત દેખરેખ કરવામાં આવવા બદલ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પાસે સ્પષ્ટતા માંગી છે. રાજકીય ગરમી વચ્ચે ભાજપના અઘ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે જે રીતે કોલ ડિટેલ એકઠી કરવામાં આવી, તેનાથી મામલો ગંભીર બની ગયો છે. આ કામ પાછળ જે કોઇ પણ વ્યક્તિ હોય તેને દંડિત કરવામાં આવવો જોઇએ.

નોંધનીય છે કે ડબાસની શુક્રવારે જેટલીના ફોન ડિટેલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા સબબ ધરપકડ કરવામાં આવી હતી. ડબાસ પોતાના બે સાથીઓ સાથે ઉત્તરાખંડમાં રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે.

English summary
The mystery over BJP leader Arun Jaitely’s call detail case intensified with another arrest made by the police on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X