વિપક્ષના વાયા જશોદાબેન મોદી પર પ્રહારો

By Gajendra
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 એપ્રિલ: દેશભરમાં હાલમાં ચૂંટણીનો રંગ છવાયો છે. 7 એપ્રિલથી દેશમાં મતદાન પ્રક્રિયા શરૂ પણ થઇ ગઇ. એવામાં હાલ જેની પર આખા દેશની નજર છે તેવા ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર છે. લોકો તેમના ભાષણો અને નિવેદનો ખૂબ જ ઉત્સાહથી અને ધ્યાનથી સાંભળી રહ્યા છે. ખાસ કરીને વિપક્ષના નેતાઓ તેમની પર પ્રહાર કરવાનો એક પણ મોકો ચૂકતા નથી. અને વિપક્ષ ત્યાંજ પાછું પડે છે કે મોદી આખા દેશની વાત કરે છે ત્યારે વિપક્ષ માત્ર મોદીની જ વાત કરે છે.

નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક અને ગુજરાતની વડોદરા એમ બે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ વડોદરાથી પોતાનું ઉમેદવારી પત્ર 9 એપ્રિલે ભરી દીધું. નરેન્દ્ર મોદીએ પહેલીવાર લોકસભા ચૂંટણી માટેનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે આ પહેલા તેમણે કૂલ ચાર વખત ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરી ચૂક્યા છે.

જોકે આ વખતના પાંચમાં ઉમેદવારી પત્રમાં એક વાત ઉડીને સૌના આંખે વળગી છે. અને તે એ છે કે મોદીએ અત્યાર સુધી ભરેલા ઉમેદવારી પત્રમાં લગ્નસાથીનું ખાનું ખાલી જ રાખતા હતા. હવે જ્યારે મોદી લોકસભા ચૂંટણી માટે પહેલી વાર ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યાં, ત્યારે તેમાં પહેલી વાર પત્ની તરીકે જશોદાબેનને સ્થાન આપ્યું. જોકે તેની પાછળ મોદીની સ્ત્રી સશક્તિકરણ અથવા જંગ જીતવા માટે પોતાની સ્ત્રીને પડખે રાખવાનો ભાવ પણ માનવામાં આવી રહ્યો છે. પરંતુ વિપક્ષી નેતાઓને જોઇએ તેવું મળી ગયું અને મોદી પર ચોતરફી પ્રહારો ચાલુ થઇ ગયા.

અત્યાર સુધી જ્યારે નરેન્દ્ર મોદી ઉમેદવારી પત્રમાં જીવનસાથીનું ખાનું ખાલી રાખતા હતા ત્યારે મીડિયા અને નેતાઓ એવી બૂમો પાડતા હતા કે તેઓ પત્ની હોવા છતા તેમનું નામ લખતા નથી અને હવે જ્યારે લખ્યું છે ત્યારે મોદી જાત જાતના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આવો જોઇએ કે રાજકારણના આ ગલિયારામાં કઇ બાજુંથી મોદી પર વાયા જશોદાબેન પ્રહાર કરવામાં આવ્યા...

એબીપી ન્યૂઝના અહેવાલ પ્રમાણે

એબીપી ન્યૂઝના અહેવાલ પ્રમાણે

જશોદા બેને નરેન્દ્ર મોદી માટે રાખ્યો વ્રત. ચોખા ખાવાનું કર્યું બંધ. હવે એક ટાઇમ ખાવાનું ખાય છે. તેઓ પગમાં ચપ્પલ પણ નથી પહેરતા. અને ચાર ધામની યાત્રા કરવાનું નક્કી કર્યું છે.

સલમાન ખુર્શીદ

સલમાન ખુર્શીદ

હંમેશા વિવાદોમાં રહેનાર સલમાન ખુર્શીદે જણાવ્યું કે તેઓ કોઇપણ નેતાની પર્સન લાઇફ વિશે કોઇપણ ટિપ્પણ કરવા પર પોતાને અસમર્થ માને છે.

શોભા ઓઝા, કોંગ્રેસ

શોભા ઓઝા, કોંગ્રેસ

શોભાએ જણાવ્યું કે જ્યારે કોર્ટે અને ચૂંટણી પંચે એવા આદેશ આપ્યા કે ઉમેદવારી પત્રમાં એકપણ ખાનું ખાલી ના રહેવું જોઇએ એટલે મોદીને તેમની પત્નીનું નામ ભરવું પડ્યું છે. જે વ્યક્તિ તેમની પત્નીને દગો આપી શકે છે તે વ્યક્તિ દેશની મહિલાઓની સુરક્ષાની વાતો કેવી રીતે કરી શકે.

રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં મોદી પર કર્યા પ્રહાર

રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના ડોડામાં મોદી પર કર્યા પ્રહાર

મોદી દિલ્હીમાં મહિલાઓની ઇજ્જતની વાત કરે છે. નરેન્દ્ર મોદીએ ખબર નહીં અત્યાર સુધી કેટલીયે ચૂંટણી લડી હશે પરંતુ ઉમેદવારી પત્રમાં પત્નીનું નામ ના લખ્યું. કેમ પત્નીનું નામ છૂપાવ્યું? ચલો જવા દો પણ, તમે ગુજરાતની પોલીસ એક મહિલા પાછળ દોડાવો છો, તેની જાસૂસી કરવામાં લાગી જાય છે આ કયા પ્રકારની સ્ત્રીની ઇજ્જત છે. આ કયા પ્રકારની મહિલાની સુરક્ષા છે?

શંકર સિંહ વાઘેલા

કોઇપણ નેતાની પર્સનલ લાઇફ પર કોઇ ટિપ્પણી કરવી જોઇએ નહીં. હું તેમના જીવનનો સાક્ષી છું કે તેમના જશોદાબેન સાથે લગ્ન થયા છે, પરંતુ તેઓ હંમેશા અલગ જ રહ્યા છે, એક પતિ-પત્ની તરીકે સાથે રહ્યા જ નથી. એ તેમના અંગત જીવનની વાત છે જેની પર વધારે વાતચીત થવી જોઇએ નહીં.

શકીલ અહેમદ, કોંગ્રેસ

કોંગ્રેસના નેતા શકીલ અહેમદે ટ્વિટ કરીને મોદી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ગયા ફેબ્રુઆરીમાં એક ભાષણમાં તેમણે એવું જણાવ્યું હતું તેમની તો આગળ પાછળ કોય છે જ નહીં તો કોના માટે ભ્રષ્ટાચાર કરવાનો. અને હવે તેમણે પત્નીનું નામ લખ્યું છે આ મુદ્દે ચૂંટણી પંચે પગલા ભરવા જોઇએ.

શકિલ અહેમદનું ટ્વિટ

કોંગ્રેસના નેતા શકીલ અહેમદે ટ્વિટ કરીને મોદી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ગયા ફેબ્રુઆરીમાં એક ભાષણમાં તેમણે એવું જણાવ્યું હતું તેમની તો આગળ પાછળ કોય છે જ નહીં તો કોના માટે ભ્રષ્ટાચાર કરવાનો. અને હવે તેમણે પત્નીનું નામ લખ્યું છે આ મુદ્દે ચૂંટણી પંચે પગલા ભરવા જોઇએ.

English summary
Opponents attacks on BJP PM candidate Narendra Modi via Jashodaben.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X