For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે 'સેક્યુલાઇટિસ' નવી બીમારી થઇ ગઇ છેઃ રાજનાથ સિંહ

|
Google Oneindia Gujarati News

rajnath-singh
પટના, 24 જૂનઃ ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે સોમવારે કહ્યું કે જેવી રીતે ઇન્સેફ્લાઇટિસ એક ભયંકર બીમારી છે, તેવી જ રીતે આજે ઘણા બધા લોકોને એક બીમારી 'સેક્યુલાઇટિસ' થઇ ગઇ છે, જેનાથી લોકોએ બચીને રહેવું પડશે.

રાજનાથે પટનામાં પત્રકારોને કહ્યું કે ચૂંટણીના સમયે કોંગ્રેસની રણનીતિ હોય છે કે દેશની જનતાનું ધ્યાન મુખ્ય મુદ્દાથી ભટકાવવામાં આવે. જે હેઠળ આજના સમયમાં બિનસાંપ્રદાયિકતા અને સાંપ્રદાયિકતાના મુદ્દાને હવા આપવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને નીમિત બનાવવામાં આવી રહ્યાં છે. આ બહાને લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાથી ભટકાવવામાં આવી રહ્યું છે. તેમણે તમામ વિપક્ષી દળોના નેતાઓને અપીલ કતા કહ્યું કે આજે કોંગ્રેસની રણનીતિને સમજવાની આવશ્યકતા છે. આ રણનીતિ હેઠળ તે તમામને પોતાની ચુંગલમાં લેવા ઇચ્છે છે.

સિંહે કહ્યું કે વર્તમાન કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. દેશ આજે સંકટના દોરમાંથી ગુજરી રહી છે, પરંતુ સરકાર પોતાની નાકામીઓને છૂપાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે દેશની અર્થવ્યવસ્થા લથડી રહી છે, પરંતુ સરકાર દાવાઓ કરી રહી છે કે, આર્થિક તેઝીથી વિકાસ થઇ રહ્યો છે. તેમણે એક સર્વેના આંકડાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે 1998થી 2004 વચ્ચે 6.70 કરોડ નવા રોજગાર ઉભા થયા હતા, પરંતુ 2004થી 2009 વચ્ચે માત્ર 87 લાખ નવા રોજગાર ઉભા થયા છે.

English summary
Slamming its adversaries for trying to create a divide on lines of secularism and communalism in the country, the BJP today charged the Congress and its allies with suffering from "secularitis" disease.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X