For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LOC પર વધુ હુમલાની તૈયારી કરી રહ્યું છે પાકિસ્તાન: આર્મી

|
Google Oneindia Gujarati News

loc
જમ્મુ, 18 ઑગસ્ટ : પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામના ઉલ્લંઘનમાં થઇ રહેલા વધારાના પગલે જમ્મુ-કશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે આવેલા વિસ્તારોમાં તણાવની સ્થિતિ સર્જાઇ છે. જેના કારણે ભારતીય સેનાએ આજે જણાવ્યું કે તેમને પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાન સરહદ પર વધુ સીમા કાર્યદળ (BAT) હુમલાની કોશિશ કરી રહ્યું છે.

બીએટી પાકિસ્તાનના વિશેષ દળના કર્મિઓ અને આંતકીઓનું એક જૂથ છે. ભારતના બે સૈનિકોની જાન્યુઆરીમાં નૃશંસ હત્યા કરી દીધી હતી, જેમાં એકનું શર કલમ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે પાંચ સૈન્યકર્મિયોની હત્યા કરવામાં આવી. ભારતે આ હત્યાઓ માટે બીએટીને દોષી ગણાવી છે.

નિયંત્રણ રેખા પાસે આવેલા પુંછ સેક્ટરમાં આવેલ ભીમભેર ગલી વિસ્તારમાં સેનાની 120 ઇન્ફેન્ટ્રી બ્રિગેડના બ્રિગેડ કમાંડર એ સેનગુપ્તાએ પત્રકારોને જણાવ્યું કે 'અમને એવી કાર્યવાહીની સૂચના મળી છે. આ વિસ્તારમાં હજી સુધી કંઇ કરી નથી શક્યા. અમને સૂચના મળી છે કે નિયંત્રણ રેખા પાસે આવેલી ચોકીઓ પર બીએટી હુમલાની કોશિશ કરી શકે છે.' બ્રિગેડ કમાંડરે જણાવ્યું કે 'પરંતુ અમે આ હુમલા માટે તૈયાર છીએ.'

બ્રિગેડિયર સેનગુપ્તા પુંછમાં નિયંત્રણ રેખાની પાસે સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની બઢતી ઘટનાઓ, ભારતની જવાબી કાર્યવાહી અને બીએટી હુમલાની સૂચના સાથે પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષ એક જાન્યુઆરીથી લઇને પાંચ ઓગસ્ટની વચ્ચે પાકિસ્તાની સેનાએ 70 વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, જે ગયા વર્ષે આ જ સમયઅવધિ દરમિયાન બનેલી ઘટનાની તુલનામાં 85 ટકા વધારે છે.

English summary
Amid heightened tension along the LoC, which has witnessed a spurt in ceasefire violations by Pakistan, Army on Sunday said it has inputs about Pakistan trying to engineer more Border Action Team (BAT) attacks along the border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X