For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જે સમયે મોદી શપથ લઇ રહ્યાં હતા ત્યારે એલઓસી પર થઇ રહી હતી ફાયરિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફે સોમવારે જ્યારે હાથ મિલાવ્યો તો બધા દેશવાસીઓના મનમાં એક જ પ્રશ્ન હતો કે હાથ તો મિલાવી લીધો, શું દિલ મળી શકશે? તેનો જવાબ શોધવો થોડો મુશ્કેલ છે જો સોમવારે પાકિસ્તાન તરફથી જે હરકત કરવામાં આવી ત્યારબાદ તો આખો મુદ્દો કાચ માફક સ્પષ્ટ થઇ જાય છે.

જી હાં જે સમયે નરેન્દ્ર મોદી ભારતના 15મા વડાપ્રધાનમંત્રી પદની શપથ લઇ રહ્યાં હતા તે સમયે બોર્ડર પર ભારતીય ચોકીઓ પર ફાયરિંગ થઇ રહી હતી. પાકિસ્તાનના હુક્મરાન ભારતમાં મહેમાન બનીને આવ્યા હતા અને તેમના સિપાહીઓ (પાકિસ્તાની રેંજર્સે) સોમવારે બે વખત સીજ ફાયરનું ઉલ્લંઘન કર્યું.

બીજી વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન સોમવારે સાંજે 6.15 વાગે કરવામાં આવ્યું. પાકિસ્તાનના સૈનિકોએ સવારે 11.20 વાગે પૂંચના કૃષ્ણા ઘાટી સેક્ટરના નાગી ટેકરીમાં સંઘર્ષ વિરામ સોદાનું ઉલ્લંઘન કર્યું. તેમછતાં થોડા થોડા અંતરે 15 મિનિટ સુધી ફાયરિંગ ચાલુ રહ્યું. જો કે આ કેસમાં સેનાના અધિકારીઓએ મૌન સાધી લીધું પરંતુ સોમવારે બીએસએફ સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની રેંજર્સે સાંજે 6.15 વાગે બોર્ડર પાર બીએસએફની પોસ્ટ સ્ટોપ-2 પર ત્રણ રાઉંડ ફાયરિંગ કર્યું.

modi-sharif-meet-ceasefire

સ્ટોપ-2 ચોકી અર્નિયા સબ સેક્ટરના પિંડી ગામમાં સ્થિત છે. બીએસએફે જવાબી ફાયરિંગ કર્યું. ગોળીબારીમાં કોઇ દુર્ઘટના થઇ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફ જ્યારે ભારત આવી રહ્યાં હતા તો તેમણે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તે શાંતિનો સંદેશ લઇને ભારત આવ્યા છે.

English summary
Even as Pakistan PM Nawaz Sharif met and greeted his Indian counterpart Narendra Modi at the latter's swearing-in ceremony at the Rashtrapati Bhavan in New Delhi, Pakistan Rangers violated ceasefire at the LoC twice on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X