For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીથીન થેલીમાં ગેસ ભરવા માટે લોકો મજબૂર, બલ્બ અને પંખાના પ્રોડક્શન બંધ, પાકિસ્તાનમાં આર્થિક સકટ

શ્રીલંકાની જેમ ભારતના પાડોશી દેશ પાકિસ્તાન પણ આર્થિક મંદી તરફ આગળ વધી રહ્યુ છે. જેમા પાકિસ્તાનના ઘણા પ્રાતો માં ગેસ ભરવા માટે પોલીધીન થેલીનો ઉપોયગ કરવા માટે મજબૂર બન્યો છે.

|
Google Oneindia Gujarati News

શ્રીલંકા બાદ ભારતના વધુ એક પાડોશી દેશ પાકિસ્તાન પણ ભીષણ આર્થિક સંકટના ઐધાણ દેખાઇ રહ્યા છે. અને પુરી શક્યાતા છે કે, આગામી વર્ષ2023 માં પાકિસ્તાન ડિફોલ્ટ કરી જાય તેમ છએ. જો કે, પાકિસ્તાન પૈસા બચાવવા માટે હાથ માગ મારી રહ્યુ છે. મંગળવાર શહબાજ શરીફની સરકારે પૈસા બચાવવા માટે દેશની સરકારી તિજોરી પર ભારણ ઓછુ કરવા માટે ઘણા પગલા લીધા હતા. જેમા વીજળી બચાવવાની સાથે સાથે બાલ્બ અને પંખાનું પ્રોડક્શન બંધ કરાવાનું સામેલ છે.

PAKISTAN

પાકિસ્તાન સરકાર વધતા જતા દેવાને કાબુ કરવામાં રાખવા માટે બજારો અને લગ્નના હોલને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. નવા પ્રસ્તાવ અનુસાર પાકિસ્તાનમાં હવે બજાર રાતના 8:30 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. અને લગ્નના હોલને પણ રાતના 10 વાગ્ય સુધીની જ મંજુરી આપવામાં આવી છે. પાકિસ્તાની અખબાર ડોન અનુસાર " આ યોજના દેશની સમગ્ર જીવન શૈલી અને આદતને બદલી દેશે. આનાથી પાકિસ્તાન સરકારના 26 મીલિન ડોલર બચશે. આ સાથે જ પાકિસ્તાનની રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ છે કે, સરકારે નિર્ણય કર્યો છે કે, આ વર્ષે જુલાઇ મહિનામાં વીજળીથી ચાલનાર પંખાના ઉત્પાદન બંધ રાખવામાં આવશે.

ડોન અનુસાર, અર્થવ્યવસ્થાની હાલત એવી છે કે, ઇસ્લામાબાદ એક આમ પાકિસ્તાની નાગરીકને એક સામાન્ય મૂળભૂત સવિવિધા ઉપલ્ધ કરવા માટે પણ સમર્થ નથી. વિશેષ રૂપથી લોકોને પ્લાસ્ટીકના ફુગા અને થેલીમાં એલપીજી જમા કરાવવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. કેમ કે સરકાર આપૂર્તિનેની કમીને દૂર કરવામા મસર્થ નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયેલા વીડિયો અનુસાર ખેબર પખ્તુનખ્વા પ્રાંતના નાગરીકોને પ્લાસ્ટીકની થેલીઓમાં રસોઇ ગેસ ભરતા જોવા મળ્યા હતા. કમીને લીધે ભંડારણ કરતા જોઇ શકાય છે. સ્થાનીક મીડિયા રિપોર્ટ અનસુરા કહેવામાં આવ્યુ છે કે, પ્રાતના હંગુ શહેરમાં પાછળા બે વર્ષથી લોકો ગેસ વગર રહી રહ્યા છે.

નાણાંકીય વર્ષ 2022-23 ના જુલાઇ ઓક્ટોબર ત્રણ માસ દરમિયાન પાકિસાતનના રાજકોષીય ખોટ જીડીપીના 1.5 ટકા રહી છે. તો દેશનુ વિદેશ મદ્રણ ભંડાર ગયા મહીને 294 મીલિયન ડોલર ઘટીને 5.8 અરબ ડોલર રહી ગયુ છે. જેનું મુખ્ય કારણ બહારનું ઋણ ચુકવાનું હતુ. આર્થિક પંડીતોએ ચેતવણી આપી છે કે, પાકિસ્તાન ગંભીર રીતે ડિફોલ્ટર થઇ શકે છે. શહબાજ શરીફના પૂર્વ નાણામંત્રી મુક્તા ઇસ્માઇલે પણ ગયા મહિને કહ્યુ હતુ કે, પાકિસ્તાન ડિફોલ્ટ થઇ શકે છે. પાકિસ્તાન ફરી એક વાર ચીન કે સાઉદી અભર સામે પૈસાની માગ કરી શકે છે.

English summary
Pakistan is going through a serious economic crisis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X