For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PIB ફેક્ટ ચેકે બનાવ્યુ પોતાનુ ઑફિશિયલ ટેલીગ્રામ અકાઉન્ટ, ટ્વિટ કરીને શેર કરી લિંક

ભારત સરકાર સાથે સંબંધિત અફવાની સમયે-સમયે તપાસ કરતી PIB ફેક્ટ ચેક હવે ટેલીગ્રામ પર ઉપલબ્ધ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત સરકાર સાથે સંબંધિત અફવાની સમયે-સમયે તપાસ કરતી PIB ફેક્ટ ચેક હવે ટેલીગ્રામ પર ઉપલબ્ધ છે. આ વિશે PIBએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી માહિતી આપી છે. આ પહેલા PIBના નામથી ઘણી નકલી અકાઉન્ટ બની ચૂક્યા છે માટે હવે પીઆઈબીએ ટેલીગ્રામ પર પોતાનુ ઑફિશિયલ અકાઉન્ટ બનાવ્યુ છે. PIB ટીમે પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે પોતાના નામે ચાલી રહેલ ટેલીગ્રામ ચેનલોના ભાંડાફોડ કર્યા બાદ હવે અમે ખુદ પણ ટેલીગ્રામ પર અધિકૃત રીતે આવી રહ્યા છે. આ રીતે અમે સર્કલ પૂરુ કર્યુ છે.

pib

PIBના ચેનલની લિંક

ટ્વિટમાં આગળ પોતાની અધિકૃત ચેનલની લિંક આપીને ટીમે લખ્યુ છે, 'હા, #PIBFactCheck હવે અધિકૃતરીતે ટેલીગ્રામ પર છે, અમારી ચેનલ http://t.me/PIB_FactCheck સાથે જોડાવ અને ભારત સરકાર સાથે સંબંધિત બધી નવીનતમ ફેક્ટ ચેક મેળવો.' તમને જણાવી દઈએ કે આ ટીમ ભારત સરકાર કે દેશના નામે ઉડતી અફવાઓ અને ખોટા સમાચારોની તપાસ કરીને તેનો ખુલાસો કરે છે.

પીઆઈબી ફેક્ટ ચેકિંગની શરૂઆત

તમને જણાવી દઈએ કે આ ટેલીગ્રામ ચેનલ કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. તમને જણાવી દઈએ કે પીઆઈબી એ સરકારી સંસ્થાઓમાંની એક છે જે કેન્દ્ર સાથે સંબંધિત માહિતીને સત્યાપિત કરે છે અને પછી લોકો સુધી સાચી માહિતી ઉપલબ્ધ કરાવે છે. પીઆઈબી ફેક્ટ ચેકિંગની શરૂઆત નવેમ્બર 2018માં થઈ હતી.

English summary
PIB Fact Check is now officially on Telegram, share link on twitter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X