ગુજરાતના વિકાસથી આયોગ ખુશઃ 59 હજાર કરોડની યોજના મંજૂર
નવી દિલ્હી, 18 જૂનઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે યોજના આયોગના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહુવાલિયાને મળ્યા હતા. આ બેઠક દરમિયાન યોજના આયોગ દ્વારા ગુજરાતમાં જે વિકાસ થયો છે, તે પ્રત્યે ખુશી વ્યક્ત કરી હતી અને સલાહ સૂચન પણ કર્યા હતા.
યોજના આયોગ સાથે બેઠક કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધ્યું હતું. મીડિયાને સંબોધતી વખતે મોદીએ જણાવ્યું હતું કે, આયોગ દ્વારા ગુજરાતમાં જે વિકાસ કાર્યો થયા છે, તેના પ્રત્યે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને ગુજરાત વધુ વિકાસ કરે તે અર્થે 59 હજાર કરોડની યોજના પણ મંજૂર કરવામાં આવી હતી.













Click it and Unblock the Notifications
