For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટના સમર્થનમાં પીએમ મોદીએ #IndiaSupportsCCA કેમ્પેન શરુ કર્યું

સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટના સમર્થનમાં પીએમ મોદીએ #IndiaSupportsCCA કેમ્પેન શરુ કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટને લઈ દેશના કેટલાય ભાગોમાં જારી વિરોધ પ્રદર્શનની વચ્ચે પીએમ મોદીએ ટ્વિટર પર એક કેમ્પેન લૉન્ચ કર્યું છે. આ અભિયાન માટે #IndiaSupportsCAA હેશટેગનો પ્રયોગ કર્યો છે. પીએમ મોદીએ ખુદ આ હેશટેગનો પ્રયોગ કરતા આ અભિયાનને સમર્થન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ અપીલ કરતા કહ્યું કે લોકો ફોટો, વીડિયો અને અન્ય રીતે જણાવે કે તેઓ નાગરિકતા કાનૂનનું કઈ રીતે સમર્થન કરે છે.

PM modi

પીએમ મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્ટથી ટ્વીટ કરીને લખ્યું કે, #IndiaSupportsCAA કેમ કે CAA કોઈની નાગરિકતા છીનવવા માટે નહિ બલકે પીડિત શરણાર્થિઓને નાગરિકતા આપવા માટે છે. કંટેન્ટ, ગ્રાફિક્સ, વીડિયો અને અન્ય રીત માટે NaMo એપના વૉલેન્ટિયર મોડ્યૂલમાં આપવામા આવેલ વોઈસ સેક્શનમાં હેશટેગ ચેક કરો. આની સાથે જ જણાવો કે કેવી રીતે તમે નાગરિકતા કાનૂનનું સમર્થન કરો છે.

જણાવી દઈએ કે પીએમ મોદી નાગરિકતા એક્ટની વિરુદ્ધ હિંસા કરનારાઓને કહી ચૂક્યા છે કે આવા લોકોએ ખુદને સવાલ પૂછવો જોઈએ કે શું તેમનો રસ્તો યોગ્ય છે. 25 ડિસેમ્બરે લખનઉમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે સીએએ વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં જે સાર્વજનિક સંપત્તિ તેમણે તોડી છે, શું તે તેમના પરિવારને કામ ના આવત? આવી જ રીતે અફવાઓ પર હિંસા કરવી તેમનું ખુદનું જ નુકસાન છે. જે આવી રીતે હિંસા કરી રહ્યા છે તેમણે ખુદને પૂછવું જોઈએ કે શું તેમનો રસ્તો યોગ્ય છે.

ઠંડીથી જામી ગઈ ઝીલ, દિલ્લી સહિત આ 6 રાજ્યોમાં રેડ એલર્ટ, હજુ વધશે ઠંડીઠંડીથી જામી ગઈ ઝીલ, દિલ્લી સહિત આ 6 રાજ્યોમાં રેડ એલર્ટ, હજુ વધશે ઠંડી

English summary
PM modi launched campaign #IndiaSupportsCAA campaign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X