For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા હુલમાને લઈ સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ

સૈમ પિત્રોડાના વિવાદિત નિવેદન પર મોદીએ આપ્યો આ જવાબ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ બાલાકોટમાં એર સ્ટ્રાઈક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાહુલ ગાંધીના નજીકના સૈમ પિત્રોડાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. સૈમ પિત્રોડાએ એર સ્ટ્રાઈકમાં મરનાર આતંકવાદીઓની સંખ્યા પર સવાલ ઉઠાવ્યા છે જ્યારે એમ પણ કહ્યું કે પુલવામા જેવા હુમલા થતા રહે છે. આ નિવેદન પર પીએમ મોદીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ આપણા સુરક્ષાબળોનું વારંવાર અપમાન કરતું રહ્યું છે.

સેનાનું અપમાન કરી પાક નેશનલ ડે મનાવવાની શરૂઆત થઈ ગઈ

સેનાનું અપમાન કરી પાક નેશનલ ડે મનાવવાની શરૂઆત થઈ ગઈ

પીએમ મોદીએ સૈમ પિત્રોડાના નિવેદન પર ટ્વીટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષે આપણા સુરક્ષાબળોને વારંવાર અપમાનિત કર્યા છે. હું મારા સાથી ભારતીયોને અપીલ કરું છું કે વિપક્ષી નેતાઓને તેમના નિવેદનોને લઈ સવાલ કરે. તેમણે જણાવ્યું કે 130 કરોડ ભારતીયો વિપક્ષને તેમની હરકત માટે માફ નહિ કરે અને ભૂલશે પણ નહિ. ભારત પોતાની સેનાઓની સાથે મજબૂતીથી ઉભ્યું છે. પીએમ મોદીએ આ ટ્વીટ સાથે જનતા માફ નહિ કરે હેશટેગનો પણ ઉપયોગ કર્યો.

વિપક્ષ વારંવાર કરી રહ્યું છે સેનાનું અપમાન

વધુ એક ટ્વીટ કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. કોંગ્રેસ અધ્યક્ષના સૌથી ભરોસેમંદ સલાહકાર અને માર્ગદર્શકે આજે માની લીધું કે દેશના લોકો પહેલાથી જ જાણે છે કે કોંગ્રેસ આતંકવાદીઓને જવાબ આપવા માટે તૈયાર નહોતી. આ નવું ભારત છે, અમે આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપીશું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષના સૌથી વિશ્વસનીય સલાહકારે ભારતીય સેનાનું અપમાન કરી કોંગ્રેસ તરફથી પાક નેશનલ ડે પર ઉત્સવની શરૂઆત કરી છે, આ શર્મનાક બાબત છે.

રામગોપાલ યાદવના નિવેદનને ગણાવ્યું શહીદોનું અપમાન

સપાના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવના નિવેદન પર પીએમ મોદીએ નિશાન સાધ્યું અને કહ્યું કે રામગોપાલ યાદવ જેવા વરિષ્ઠ નેતાના નિંદનીય નિવેદન તે તમામ લોકોનું અપમાન છે જેમણે કશ્મીરની રક્ષામાં પોતાની જાન આપી છે. આ અમારા શહીદોના પરિવારોને અપમાનિત કરે છે. જણાવી દઈએ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈમ પિત્રોડાએ કહ્યું હતું કે જો વાયુસેનાએ 200 આતંકવાદીઓને માર્યા તો ઠીક છે પણ હું માત્ર એટલું કહું છું કે તમે મને વધુ તથ્યો આપીને તે વાત સાબિત કરી શકો છો.

પહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદશના 6 સાંસદોની ટિકિટ કાપી, નવા ઉમેદવારોને મોકો મળ્યો પહેલી યાદીમાં ભાજપે ઉત્તર પ્રદશના 6 સાંસદોની ટિકિટ કાપી, નવા ઉમેદવારોને મોકો મળ્યો

English summary
pm modi slams congress leader sam pitroda statement over air strike in balakot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X