For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ લૉન્ચ કરી 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના', પેદા થશે 55 લાખ નોકરીઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આત્મનિર્ભર ભારત હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને ડિજિટલ રીતે લૉન્ચ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આત્મનિર્ભર ભારત હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને ડિજિટલ રીતે લૉન્ચ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર 2020થી લઈને વર્ષ 2025ના સમયગાળા દરમિયાન 20050 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ કેન્દ્ર સરકાર દ્વારા મત્સ્ય ક્ષેત્રમાં અત્યાર સુધીનુ સૌથી મોટુ રોકાણ છે. આ સાથે જ પીએમ મોદી દેશને વધુ એક કૃષિ યોજનાની ભેટ આપીને ઈ-ગોપાલા એપ(e-Gopala App)ની શરૂઆત કરશે.

pm modi

બિહારમાં મત્સ્ય પાલન અને પશુપાલન ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે પીએમ મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની શરૂઆત કરી. આ દરમિયાન કાર્યક્રમમાં પીએમ મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને મત્સ્ય, પશુપાલન અને ડેરી સાથે બિહારના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા. PMMSY દેશમાં મત્સ્ય પાલન ક્ષેત્રના કેન્દ્રિત અને સતત વિકાસ માટે એક મુખ્ય યોજના છે. આમાં અંતર્દેશીય મત્સ્ય પાલન, મરીનમાં લાભાર્થી-ઉન્મુખ ગતિવિધિઓ માટે લગભગ 12,340 કરોડ રૂપિયાનુ રોકાણ પ્રસ્તાવિત છે. સરકારના જણાવ્યા મુજબ આ સ્કીમથી દેશમાં લગભગ 55 લાખ લોકોને રોજગાર મળશે.

55 લાખ લોકોને મળશે લાભ

સરકારની આ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ દેશના 55 લાખ લોકોને મળવાનો છે. આ યોજનાથી દેશભરમાં મત્સ્ય પાલનને પ્રોત્સાહન મળશે. આ યોજના હેઠળ સરકાર બિહારના સીતામઢીમાં Fish Brood Bank અને કિશનગંજમાં Aquatic Disease Referral Laboratoryની પણ શરૂઆત કરશે. આ યોજનાની મદદથી સરકારનુ લક્ષ્ય દેશમાં વર્ષ 2024-25માં માછલીના ઉત્પાદનને લગભગ 70 લાખ ટન સુધી વધારવાનુ છે. વળી, સરકાર આ યોજનાની મદદથી 1 લાખ કરોડ રૂપિયાની કમાણીનુ લક્ષ્ય લઈને ચાલી રહી છે. આ યોજનાની મદદથી આવતા 5 વર્ષમાં 70 લાખ ટનનુ વધુ માછલી ઉત્પાદન થશે.

અસમ, અરુણાચલ પ્રદેશના ગામો ખાલી કરવાના સમાચારને ભારતીય સેનાએ કહ્યા Fake Newsઅસમ, અરુણાચલ પ્રદેશના ગામો ખાલી કરવાના સમાચારને ભારતીય સેનાએ કહ્યા Fake News

English summary
PM Modi to digitally launch the Pradhan Mantri Matsya Sampada Yojana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X