For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી 15 જાન્યુઆરીએ 8મીં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવશે, જાણો તેની ખાસિયત

પીએમ કાર્યાલયના એક નિવેદનમાં 8મીં વંદે ભારત એક્સપ્રેસ 15મીં જાન્યુઆરીએ શરૂ થવાની પુષ્ટિ કરાઈ છે. વંદે ભારત એક્સપ્રેસનો સ્વદેશી ડિઝાઇન કરાયેલ ટ્રેન સેટ અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : પીએમ મોદી વધુ એક વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડવા જઈ રહ્યા છે. 15 જાન્યુઆરીએ પીએમ મોદી આ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી રવાના કરશે. આ એક સેમી હાઈસ્પીટ ડ્રેન હશે અને સિંકંદરાબાદથી વિશાખાપટ્ટનમ રૂટ પર દોડશે. આ પહેલા 7 વંદે ભારત ટ્રેન પાટા પર ઉતરી ચુકી છે અને આ 8મીં ટ્રેન છે. 700 કિલોમીટરના રૂટ પર તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી આ ટ્રેનને પીએમ મોદી વીડિયો કોન્ફ્રન્સિંગથી લીલી ઝંડી દેખાડશે.

Vande Bharat Express

આ મુદ્દે સામે આવેલા પીએમ કાર્યાલયના એક નિવેદનમાં 8મીં વંદે ભારત એક્સપ્રેસ 15મીં જાન્યુઆરીએ શરૂ થવાની પુષ્ટિ કરાઈ છે. વંદે ભારત એક્સપ્રેસનો સ્વદેશી ડિઝાઇન કરાયેલ ટ્રેન સેટ અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓથી સજ્જ છે અને ઝડપી, આરામદાયક અને અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે આ પહેલા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના 7મીં વંદે ભારત ટ્રેનને રવાના કરી હતી. આ પહેલા નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ, ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ, નવી દિલ્હીથી અંબ અંદૌરા વંદે ભારત એક્સપ્રેસ, ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ, નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ અને હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ પાટા પર ઉતરી ચુકી છે.

હવે 15 જાન્યુઆરીએ પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમને જોડતી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે.

English summary
PM Modi will flag off 8th Vande Bharat Express on January 15
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X