આદર્શ ગ્રામ માટે PM નરેન્દ્ર મોદીના આદર્શ મંત્ર
નવી દિલ્હી, 11 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાની સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'આદર્શ ગ્રામ યોજના'નો શુભારંભ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં ચાલી રહ્યો છે. આ યોજના હેઠળ સાંસદ વર્ષ 2019 સુધી ત્રણ ગામમાં પાયાની તથા માળખાકીય તથા સંસ્થાગત માળખું વિકસિત કરવાની જવાબદારી ઉઠાવશે એટલે 2019 સુધી દરેક સસંદીય ક્ષેત્રમાં ત્રણ આદર્શ ગામ બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રોહનિયાં વિધાનસભાના કકરહિયા ગામને ખોળે લીધું છે. આ સમાચાર ફ્લેશ થતાં જ ગામના તૂટેલા રોડને બનાવવામાં આવી રહ્યાં છે અને આખા ગામમાં યુદ્ધના ધોરણે સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. વારાણસીથી લગભગ 22 કિલોમીટર દૂર રોહનિયાના કકરહિયા ગામ વડાપ્રધાનના સંસદીય ક્ષેત્રના અંતગર્ત આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટના રોજ પોતાના ભાષણમાં બધા સાંસદ અને ધારાસભ્યોને પોત-પોતાના વિસ્તારમાં આદર્શ ગામ વિકસિત કરવાની અપીલ કરી હતી. આદર્શ ગ્રામ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબરના રોજ પોતાના સંસદીય વિસ્તાર બનારસ જવાના છે. નરેન્દ્ર મોદી અહીં સૌથી પહેલાં પીએમબીએચયૂના ટ્રામાં સેન્ટરનું ઉદઘાટન કરશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી અહીં વણકરો માટે મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવાના છે.

નરેન્દ્ર મોદીના આદર્શ મંત્ર
- યોજના હેઠળ બધા સાંસદ 2019 સુધી પોતાના ક્ષેત્રોનો વિકાસ કરશે.

મોદીના આદર્શ મંત્ર
- સાંસદોને રહેશે પોતાના ગામ પસંદ કરવાની આઝાદી, પરંતુ પોતાનું ગામ કે સાસરી નહી.

મોદીના આદર્શ મંત્ર
- ધારાસભ્ય પણ બનાવશે આદર્શ ગામ, સૌના સાથથી થશે બધાનો વિકાસ

મોદીના આદર્શ મંત્ર
- સાંસદ આદર્શ ગ્રામ યોજના રચનાત્મક રાજકારણની મુકશે ઇંટ.

મોદીના આદર્શ મંત્ર
- સાંસદ કોઇપણ પાર્ટીનો હોય, બધાનું લક્ષ્ય એક- વિકાસ

મોદીના આદર્શ મંત્ર
- સક્રિય ગ્રામ સભાઓથી દરેક ગામની સમીક્ષા, દર મહિને થશે સમીક્ષા

મોદીના આદર્શ મંત્ર
- બાળ મૃત્યું દર, માતૃ મૃત્યું દરમાં થશે ચોક્કસ ઘટાડો

મોદીના આદર્શ મંત્ર
- દેશના દરેક રાજ્યમાં કેટલા ગામ એવા જેના પર ગર્વ કરી શકાય.

મોદીના આદર્શ મંત્ર
- જન ભાગીદારીથી જ વિકાસ થાય છે સંભવ, મૂળભૂત સુવિધાઓનો થશે વિકાસ.

મોદીના આદર્શ મંત્ર
- આઝાદી બાદ દરેક સરકારે ગ્રામ વિકાસની પહેલ કરી જે ચાલુ રહેશે.

મોદીના આદર્શ મંત્ર
- યોજનાઓ હંમેશા બધા માટે હોય છે, પરંતુ કેટલાક ગામે જ પ્રગતિ કરી.

મોદીના આદર્શ મંત્ર
- દરેક ગામનો ઉજવવામાં આવશે જન્મ દિવસ, ઉત્સવની માફક થશે જશ્ન

મોદીના આદર્શ મંત્ર
- સરકાર દ્વારા નહી સમાજ દ્વારા થશે વિકાસ

મોદીના આદર્શ મંત્ર
- આપૂર્તિ આધારિત નહી, માંગ આધારિત થશે વિકાસ

શું છે આ યોજના
આ યોજના હેઠળ સાંસદ વર્ષ 2019 સુધી ત્રણ ગામમાં પાયાની તથા માળખાકીય તથા સંસ્થાગત માળખું વિકસિત કરવાની જવાબદારી ઉઠાવશે એટલે 2019 સુધી દરેક સસંદીય ક્ષેત્રમાં ત્રણ આદર્શ ગામ બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રોહનિયાં વિધાનસભાના કકરહિયા ગામને ખોળે લીધું છે. આ સમાચાર ફ્લેશ થતાં જ ગામના તૂટેલા રોડને બનાવવામાં આવી રહ્યાં છે અને આખા ગામમાં યુદ્ધના ધોરણે સફાઇ અભિયાન ચાલી રહ્યું છે. વારાણસીથી લગભગ 22 કિલોમીટર દૂર રોહનિયાના કકરહિયા ગામ વડાપ્રધાનના સંસદીય ક્ષેત્રના અંતગર્ત આવે છે.

14 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જશે વારાણસી
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટના રોજ પોતાના ભાષણમાં સાંસદ અને ધારાસભ્યોને પોત-પોતાના વિસ્તારમાં આદર્શ ગામ વિકસિત કરવાની અપીલ કરી હતી. આદર્શ ગ્રામ યોજના હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ઓક્ટોબરના રોજ પોતાના સંસદીય વિસ્તાર બનારસ પણ જવાના છે. નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં પીએમબીએચના ટ્રામા સેન્ટરનું ઉદઘાટન કરશે. આ દરમિયાન નરેન્દ્ર મોદી અહીંના વણકરો માટે કોઇ મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવાના છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
