પોલીસકર્મી બન્યો ચોર, દૂધનું પેકેટ ચોરતા રંગે હાથે ઝડપાયો
નોઈડાઃ રાત્રે ક્યાંક ચોર, લૂટારુ ગેંગ હાથ સાફ ના કરી જાય તે માટે પોલીસ પેટ્રોલિંગ ટીમ તહેનાત રહે છે. પરંતુ ઉત્તર પ્રદેશના નોઈડાથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે આખી યૂપી પર સવાલ ઉઠાવવા શરૂ કરી દીધા છે. જણાવી દઈએ કે વીડિયોમાં પોલીસકર્મી રાતના અંધારામાં દૂધ પર હાથ સાફ કરતો જોવા મળી રહ્યો છે. હવે આ સીસીટીવી ફુટેજ વાયરલ થઈ રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ નોઈડા પોલીસે આ મામલે ચોકી પ્રભારી ગોઝાને તપાસ સોંપી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં એક પોલીસકર્મી દૂધની ચોરી કરતો દેખાઈ રહ્યો છે. પાસે પોલીસની ગાડી પણ ઉભી છે. એક મિનિટ 40 સેકન્ડના આ વીડિયોમાં પોલીસવાળો રસ્તા કાંઠે રાખેલ દૂધના પેકેટની ચોરી કરે છે અને પછી બાજુમાં ઉભેલી પોલીસની ગાડીમાં બેઠેલા અન્ય પોલીસવાળાઓને પકડાવી દે છે. દૂધના પેકેટની ચોરીની આ ઘટના રવિવારની છે.
#WATCH Policeman seen stealing packets of milk in Noida, Uttar Pradesh, yesterday. (Source: CCTV footage) pic.twitter.com/elszjwbyA1
— ANI UP (@ANINewsUP) January 20, 2020
સીસીટીવી ફુટેજમાં 19 જાન્યુઆરીની તારીખ પણ જોઈ શકાય છે. ન્યૂઝ એજન્સી દ્વારા વીડિયો જાહેર કરાયા બાદ યૂઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ નોઈડા પોલીસનું ટ્વીટ પણ સામે આવ્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે સીસીટીવીમાં દેખાઈ રહેલ વ્યક્તિ વિષયક જાણકારી લઈ રિપોર્ટ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ધોનીની કપ્તાનીમાં ખેલાડીઓનો બેટિંગ ઓર્ડર વધુ સ્પષ્ટ હતોઃ સહેવાગ