For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોન્ટીની હત્યા મામલે 15 લોકોની પૂછપરછ

By Super
|
Google Oneindia Gujarati News

pontychadha
નવીદિલ્હી, 18 નવેમ્બરઃદારૂના વ્યાપારી પોન્ટી ચઢ્ઢા અને તેમના નાના ભાઇ હરદીપની હત્યા મામલે પોલીસે 15 લોકોની પૂછપરછ કરી રહી છે. બન્ને ભાઇઓમાં દક્ષિણ દિલ્હીના એક ફાર્મ હાઉસના સ્વામિત્વને લઇને વિવાદ ચાલી રહ્યો હતો.

તપાસકર્તાઓનું કહેવું છે કે પોન્ટી અને તેમના ભાઇના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ઘટનાક્રમને જોડી શકાય, જેના કારણે બન્ને ભાઇઓના અંગરક્ષકોએ ગોળીઓ ચલાવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પ્રારંભિક તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે પોન્ટીના લોકો કાલે સવારે વિવાદિત ફાર્મ હાઉસ પર ગયા અને ત્યાંથી હરદીપના કર્મચારીઓને ભગાડ્યા અને ગેટ પર તાળું લગાવી દીધુ. હરદીપ એ સમયે ફાર્મ હાઉસ પર નહોતા અને નોએડામાં બેઠક કરી રહ્યાં હતા.

અધિકારીએ કહ્યું કે બપોરે પહેલા પોન્ટીએ ઉત્તરપ્રદેશના અલ્પસંખ્યક આયોગના સભ્ય અને પોતાના મિત્રને ફોન કર્યો અને જણાવ્યુ કે તે ફાર્મ હાઉસ જશે. આ વચ્ચે, હરદીપને પણ એ વાતની જાણકારી મળી કે પોન્ટીના લોકોએ આ ફાર્મ હાઉસ પર કબજો કરી લીધો છે. ત્યારબાદ તે અચાનક ઘટનાસ્થળે પહોંચી ગયા. પોન્ટી, આયોગના સભ્ય અને હરદીપ લગભગ એક જ સમયે ફાર્મ હાઉસ પર પહોંચ્યા

અધિકારીએ દાવો કર્યો કે આવેશમાં આવીને હરદીપે કથિત રીતે ગોળી ચલાવી અને તેની પહેલી ગોળી પોન્ટીના અંગરક્ષક નરેન્દ્રને લાગી અને ત્યાર બાદ પોન્ટીને પણ ગોળી લાગી. અધિકારીએ જણાવ્યુ કે ત્યાર બાદ બન્ને પક્ષોના ગાર્ડોએ ગોળીઓ ચલાવવાની શરૂ કરી દીધી. જો કે, પંજાબ પોલીસ તરફથી આપવામાં આવેલા પીએસઓ ગોળીબારમાં સામેલ નહોતા. તેમણે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન એખ વ્યક્તિએ જણાવ્યું કે આયોગના સભ્યએ પીએસઓને જવાબમાં ગોળી ચલાવી. અધિકારીઓએ કહ્યું કે તેની પૃષ્ટિ કરવામાં આવી છે.

તેમણે કહ્યુ, ' અમે લોકોની પૂછપરછ કરી રહ્યાં છીએ. કોલ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. હરદીપના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો નથી. ચઢ્ઢા આવાસ પર આ ગોળીબારની બીજી ઘટના છે. ગઇ પાંચમી ઓક્ટોબરે ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં તેમના ઘર પર ગોળીબારની ઘટના બહાર આવી હતી. નોંધનીય છે કે ત્રણ ચઢ્ઢા બંધુ, પોન્ટી, હરદીપ અને રાજિન્દર સંયુક્ત રીતે છ હજાર કરોડ રૂપિયાની વેબ ઇંકનું સંચાલન કરતા હતા.

English summary
Fifteen people were picked up for questioning in connection with the killing of liquor baron Ponty Chadha and his younger brother Hardeep, who were locked in a dispute over ownership of a farmhouse in south Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X