For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઠમાં સુધી હિંદી ભાષા અનિવાર્ય થવાના સમાચારોનું પ્રકાશ જાવડેકરે કર્યુ ખંડન

કે. કસ્તૂરીરંજનની આગેવાનીવાળી નવ સભ્યોની સમિતિ દ્વારા માનવ સંશાધન મંત્રાલયને સોંપવામાં આવેલી રિપોર્ટની ભલામણોમાં દેશભરમાં ધોરણ 8 સુધી માટે હિંદી વિષય અનિવાર્ય કરવાની વાત છે.

|
Google Oneindia Gujarati News

કે. કસ્તૂરીરંજનની આગેવાનીવાળી નવ સભ્યોની સમિતિ દ્વારા માનવ સંશાધન મંત્રાલયને સોંપવામાં આવેલી રિપોર્ટની ભલામણોમાં દેશભરમાં ધોરણ 8 સુધી માટે હિંદી વિષય અનિવાર્ય કરવાની વાત છે. ત્રણ ભાષાની ફોર્મ્યુલા, સમગ્ર દેશમાં વિજ્ઞાન, ગણિતનો એક સમાન સિલેબસ, જનજાતિ સમૂહો માટે અલગ દેવનાગરી ઉપભાષા અને કૌશલ્ય આધારિત શિક્ષણ જેવી વસ્તુઓ પણ આની ભલામણમાં છે.

prakash javdekar

વાસ્તવમાં આ સમિતિએ પોતાનો કાર્યકાળ સમાપ્ત થતા પહેલા 31 ડિસેમ્બર 2018ના રોજ માનવ સંશાધન વિકાસ મંત્રાલયને રિપોર્ટ સોંપ્યો હતો. એવામાં માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ છે કે સમિતિના સભ્યોએ મને મળવાનો સમય માંગ્યો હતો. આ રિપોર્ટ સંસદ સત્ર બાદ મને મળ્યો. સમાચારોની માનીએ તો આ પૉલિસીને સાર્વજનિક કરીને સરકાર આના પર સૂચનો માંગી શકે છે.

જો કે પ્રકાશ જાવડેકરે 8માં ધોરણ સુધી અનિવાર્ય કરવાના સમાચારોનું સ્પષ્ટ રીતે ખંડન કર્યુ છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે સમિતિએ કોઈ ભાષા અનિવાર્ય કરવાની માંગ નથી કરી. સમાચાર છે કે સામાજિક વિજ્ઞાનને છોડીને બધા બોર્ડમાં વિજ્ઞાન અને ગણિતનો સિલેબસ સમાન હશે. ભલે તે વિષય કોઈ પણ ભાષામાં કેમ ન ભણાવવામાં આવે. આ ઉપરાંત જણાવવામાં આવી રહ્યુ છે કે પાંચમાં ધોરણ સુધી ભોજપુરી, અવધિ અને મૈથલી ભાષાઓને સિલેબસમાં રાખવા માટે કહેવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ આગામી બે દિવસ રામલીલા મેદાનથી કાર્યલય ચલાવશે પીએમ મોદી, જાણો કારણઆ પણ વાંચોઃ આગામી બે દિવસ રામલીલા મેદાનથી કાર્યલય ચલાવશે પીએમ મોદી, જાણો કારણ

English summary
prakash javdekar denies the recommendation of making any language compulsory in new draft policy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X