For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS ના કાર્યક્રમમાં પ્રણવ દા ઉપરાંત આ લોકો પણ બનશે મહેમાન

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના એક કાર્યક્રમમાં હાજર રહેવા બુધવારની સાંજે નાગપુર પહોંચી ગયા છે. કોંગ્રેસના નેતા તરીકે પ્રણવ દા એ હંમેશા સંઘની આલોચના કરી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના એક કાર્યક્રમમાં હાજર રહેવા બુધવારની સાંજે નાગપુર પહોંચી ગયા છે. કોંગ્રેસના નેતા તરીકે પ્રણવ દા એ હંમેશા સંઘની આલોચના કરી છે. એ રીતે જોવા જઈએ તો લોકોની ઉત્સુકતા વધી ગઈ છે કે આજે થનારા સમારંભમાં તે સંઘના કાર્યકર્તાઓને શું સંદેશ આપશે, અટકળો અને વિરોધો વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે તે શું બોલશે એ તો માત્ર 7 જૂનની સાંજે જ ખબર પડશે જ્યારે હું સ્પીચ આપીશ.

પ્રણવ દા ઉપરાંત આ પણ હશે આરએસએસના મહેમાન

પ્રણવ દા ઉપરાંત આ પણ હશે આરએસએસના મહેમાન

તમને જણાવી દઈએ કે આજના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જી ઉપરાંત ઘણા ગણમાન્ય લોકોને બોલાવવામાં આવ્યા છે. જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર અર્ધેન્દુ બોઝ, પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીના પુત્ર સુનીલ શાસ્ત્રી ઉપરાંત ઉદ્યોગજગતના ઘણા જાણીતા લોકોના નામ શામેલ છે.

જાણીતી હસ્તીઓ થશે શામેલ

જાણીતી હસ્તીઓ થશે શામેલ

જેમાં અરવિદ સિંહ મિલ્સના સંજય લાલભાઈ, મફતલાલ ઈન્ડસ્ટ્રીઝના વિશાલ મફતલાલ, સીસીએલ પ્રોડક્ટના રાજેન્દ્ર પ્રસાદ અને ઈન્ફિનિટી ફાઉન્ડેશનના રાજીવ મલ્હોત્રાનું નામ પ્રમુખતાથી લેવામાં આવી રહ્યુ છે.

આરએસએસનો કાર્યક્રમ સાંજે 6.30 વાગે ફેસબુક પર થશે લાઈવ

આરએસએસનો કાર્યક્રમ સાંજે 6.30 વાગે ફેસબુક પર થશે લાઈવ

આરએસએસનો આ કાર્યક્રમ સાંજે 6.30 કલાકે ફેસબુક પર લાઈવ બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આરએસએસનો ‘સ્વયં શિક્ષા વર્ગ' નો આ વાર્ષિક કેમ્પ છે કે જે સંઘના કાર્યાલય નાગપુરના સ્મૃતિ મંદિરના પ્રાંગણમાં આયોજિત થાય છે. આ કાર્યક્રમમાં ખાસ ટ્રેનિંગ મેળવનારા છાત્રોને સંબોધિત કરવામાં આવે છે.

ટ્રેનિંગ પાસ કરનારા જ બને છે પૂર્ણકાલિન પ્રચારક

ટ્રેનિંગ પાસ કરનારા જ બને છે પૂર્ણકાલિન પ્રચારક

આ ટ્રેનિંગ પાસ કરનારા જ આગળ જઈને પૂર્ણકાલિન પ્રચારક બને છે. RSS ના શિક્ષા વિભાગના આ કાર્યક્રમમાં 45 વર્ષથી ઓછી વયના 800 થી વધુ કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દાયકાથી સંઘના શિક્ષા વર્ગ સમાપન સમારંભ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભિન્ન ભિન્ન મતો ધરાવતા વ્યક્તિત્વને બોલાવવાની પરંપરા છે.

English summary
India's former President Pranab Mukherjee reached Nagpur where he is slated to address a gathering of 800 RSS pracharaks Today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X