For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી નહીં, પણ પ્રિયંકા બનશે વડાપ્રધાન: ન્યુઝ ચેનલનો દાવો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

Priyanka-rahul
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં વિજય મેળવી સત્તા માટે કાગડોળે રાહ જોઇ રહી છે જેને વિદેશી મિડીયાએ પણ બિનઅસકારક સાબિત કરી દિધી છે. કોંગ્રેસ રાહુલ ગાંધીને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર માટે ઉતારવા માંગે છે. પરંતુ શું રાહુલ ગાંધી નાજુક ખભા પર દેશની જવાબદારી નાંખી શકાય એ પણ ત્યારે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં તેમનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. જાણવા મળ્યું છે કે રાહુલ-રાહુલ બૂમો પાડનારી કોંગ્રેસ અચાનક જ વર્ષ 2014માં પ્રિયંકા ગાંધીને વડાપ્રધાનની સીટ માટે ઉતારશે.

એક ન્યુઝ ચેનલના સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે રાયબરેલી કે જે કોંગ્રેસનો ગઢ છે ત્યાંના લોકો પણ રાહુલ ગાંધીથી ખૂબ જ નારાજ છે, આ જ પરિસ્થિતી અમેઠીમાં પણ છે. પરંતુ રાહુલ ગાંધી જે કરી શક્યા નથી તે પ્રિયંકા ગાંધીએ ફક્ત ચૂંટણી પ્રવાસ દરમિયાન કરી બતાવ્યું છે. પ્રિયંકા ગાંધીના કારણે જ રાયબરેલીમાં લાંબા સમય પછી કોંગ્રેસ સંગઠનની ચૂંટણી યોજાઇ રહી છે. જેના કારણે કોંગ્રેસીઓ ખુશ છે.

સમીક્ષકો માનવું છે કે પ્રિયંકામાં લોકો ઇન્દિરા ગાંધીને શોધે છે, પરંતુ રાહુલમાં તેમણે ના તો રાજીવ ગાંધી ના તો નેહરૂ ઝલક જોવા મળે છે. કોંગ્રેસ સંગઠનની ચૂંટણીઓ ઇશારો કરે છે કે પ્રિયંકા ગાંધી પોતાની લડાઇને મજબૂત બનાવવા માટે પહેલાંથી જ પ્યાદા તૈયાર કરવામાં લાગ્યા છે. માટે તે ખૂબ જ જલ્દી કોંગ્રેસના કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપશે.

જો કે રાજકારણમાં આવવાનો પ્રશ્ન પૂછતાં હંમેશા પ્રિયંકા ગાંધીએ એમ જ કહ્યું છે કે તે યોગ્ય સમયે નિર્ણય લેશે. તો પ્રશ્ન એ થાય છે કે તે યોગ્ય સમય 2014નો છે. એક સમાચાર ચેનલે જણાવ્યું હતું કે પ્રિયંકાએ દિલ્હીમાં દર બુધવારે રાયબરેલીના લોકોને દસ જનપથ પર મળવાનું શરૂ કરી દિધું છે. તો શું એમ માની શકાય કે સોનિયા ગાંધીએ દેશની સત્તાની કમાન પ્રિયંકાને સોંપી દિધી છે.

English summary
Priyanka Gandhi today said the central focus of her brother Rahul Gandhi's politics is not to become Prime Minister and the question does not arise at the moment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X