For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Punjab Election Result: પંજાબમાં AAPની જીત, ભગવંત માન બનશે નવા મુખ્યમંત્રી

Punjab Election Result Live: પંજાબમાં 117 વિધાનસભા સીટ પર મતગણતરી, લાઈવ અપડેટ મેળવો

|
Google Oneindia Gujarati News

પંજાબમાં આજે સવારે 8 વાગ્યેથી 117 વિધાનસભા સીટ પર મતગણતરી શરૂ થવા જઈ રહી છે, જ્યાં વિવિધ એક્ઝિટ પોલ્સ મુજબ અરવિંદ કેજરીવાલની આગેવાની વાળી આમ આદમી પાર્ટીના પક્ષમાં જીત જતી જણાઈ રહી છે.

punjab assembly election result 2022

પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું, જ્યાં 71.95% મતદાન નોંધાયું હતું- જે પાછલી ત્રણ વિધાનસભા ચૂંટણીની સરખામણીએ સૌથી ઓછું મતદાન નોંધાયું છે.

પંજાબ કોંગ્રેસ નેતાઓએ દાવો કર્યો કે એક્ઝિટ પોલ્સમાં તેમની હાર થતી દર્શાવાઈ હોવા છતાં કોંગ્રેસ પંજાબમાં જીત હાંસલ કરશે, જ્યારે શિરોમણી અકાલી દળના મુખિયા સુખબીર બાદલે દાવો કર્યો કે તેમની પાર્ટી કે જેણે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી તેઓ 117માંથી 80 સીટ જીતી રહ્યા છે.

પંજાબ વિધાનસભા ચૂંટણીની લાઈવ અપડેટ

- પંજાબમાં આજે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થશે

- પંજાબના મુખ્યમંત્રી ચરનજીત સિંહ ચાન્ની બંને સીટ પરથી આગળ ચાલી રહ્યા છે.

- અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ પંજાબની જલાલાબાદ વિધાનસભા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. અહીં આમ આદમી પાર્ટી તરફથી જગદીપ કંબોજ, કોંગ્રેસ તરફથી મોહન સિંહ અને બીજેપી તરફથી પુરણ ચંદ્ર તેમની સામે છે.

- પંજાબની અમૃતસર પૂર્વ બેઠક પરથી નવજોત સિંહ સિદ્ધુ આગળ ચાલી રહ્યા છે. અહીંથી તેઓ શિરોમણી અકાલી દળના બિક્રમ સિંહ મજીઠિયા સામે, આમ આદમી પાર્ટી તરફથી જીવન જ્યોત સામે ચૂંટણી લડી રહ્યા છે.

- પટિયાલાથી પહેલા રાઉન્ડમાં આમ આદમી પાર્ટીના અજીત પાલ સિંહ કોહલી કેપ્ટન અમરિંદર સિંહથી 3300 વોટથી આગળ છે. કોંગ્રેસે અહીંથી વિષ્ણુ શર્માને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

- ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, શરૂઆતના વલણોમાં પંજાબમાં ભાજપ-2, આમ આદમી પાર્ટી-6 અને શિરોમણી અકાલી દળ-2 અને અપક્ષ ઉમેદવારો 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

- અમૃતસર પૂર્વમાં AAPનો પલટો જોવા મળી રહ્યો છે. અહીં નવજોત સિંહ સિદ્ધુ અને બિક્રમ સિંહ મજીઠિયા પાછળ છે. આમ આદમી પાર્ટીના જીવન જ્યોતને પહેલા રાઉન્ડમાં 1500 વોટ, બિક્રમ સિંહ મજીઠિયાને 1067, નવજોત સિંહ સિદ્ધુને 949 વોટ મળ્યા હતા.

- પંજાબમાં કોંગ્રેસને જબરો ઝાટકો, પંજાબના મુખ્યમંત્રી ચરનજીત સિંહ ચાન્ની બંને સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પંજાબમાં પકડ જમાવવી શરૂ કરી દીધી છે.

- ગણતરી વચ્ચે આમ આદમી પાર્ટીના રાઘવ ચડ્ડાએ કહ્યું કે અમે પહેલા દિવસથી કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતથી સરકાર બનશે, પંજાબના લોકોએ ભગવંત માન અને કેજરીવાલની જોડીને ગળે લગાવી છે, પંજાબના રાજકારણના મોટા-મોટા લોકોના સિંહાસન હલી ગયાં છે, તેમની પોતાની સીટ પર પણ હાલત ખરાબ છે. તેઓ બોલે કે લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢી આ નેતા પોતાના મહેલોને સજાવી રહ્યા છે. આજે તેમના મહેલોમાં લાગેલી એક એક ઈટ આમ આદમીના લોહી પરસેવાની ઈટ છે, આ પૂરીા વ્યવસ્થાને બદલવી છે, આજે ભારતના ઈતિહાસનો બહુ મોટો દિવસ છે, આગામી દિવસમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને રિપ્લેસ કરશે.

- આમ આદમી પાર્ટીના પંજાબ અને દિલ્હીમાં આવેલ ઑફિસોમાં જશ્ન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીનું નવું પોસ્ટર પણ જાહેર થયું છે. જેમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જોવા મળી રહ્યા છે.

- મતગણતરી વચ્ચે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની ચંદીગઢ સ્થિત પોતાના સરકારી આવાસે પહોંચી ગયા છે. ચન્ની જલદી જ રાજ્યપાલને મળી રાજીનામું સોંપી શકે છે.

- પંજાબમાં આમ આદમી પાર્ટીને જંગી બહુમતી મળવાનો ફાયદો એપ્રિલમાં યોજાનારી પંજાબની પાંચ રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં પણ મળશે. રાજ્યસભાના સાંસદો પ્રતાપ સિંહ બાજવા, શમશેર સિંહ દુલો, સુખદેવ સિંહ ધીંડસા, નરેશ ગુજરાલ અને અંબિકા સોનીનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થઈ રહ્યો છે. જે બાદ એપ્રિલમાં પંજાબની આ 5 રાજ્યસભા સીટો પર ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી પોતાના પાંચ રાજ્યસભા સભ્યોને સરળતાથી રાજ્યસભામાં મોકલી શકે છે.

- આ સમયે કેપ્ટન અમરિંદર સિંહના ઘરની બહાર મૌન છે. ચૂંટણીના વલણો જોતા એવું લાગે છે કે પંજાબ લોક કોંગ્રેસ, ભાજપ અને અકાલી દળ (એસ)નું ગઠબંધન લોકોનું મૂડ ભાંપવામાં નિષ્ફળ રહ્યું છે. અમરિન્દર સિંહ પટિયાલા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીત પાલ સિંહ કોહલીથી 10 હજાર મતોથી પાછળ છે.

- અમૃતસર ઈસ્ટ સીટથી આમ આદમી પાર્ટીના જીવન જ્યોતની જીત. અહીંથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ, શિરોમણિ અકાલી દળના વિક્રમ સિંહ મજીઠિયા હારી ગયા છે.

- કેપ્ટન અમરિંદર સિંહે ટ્વીટ કર્યું કે હું જનાદેશ સ્વીકારું છું. લોકતંત્રની જીત થઈ છે. પંજાબી લોકોએ પંજાબિયતને જીતવતાં જાતિથી ઉપર ઉઠી વોટિંગ કર્યું છે. AAP અને ભગવંત માનને શુભેચ્છા.

- પંજાબ વિધાનસભા ચૂંટમીમાં ખેડૂ સંગઠનો દ્વારા બનાવવામાં આવેલ સંયુક્ત સમાજ મોર્ચા અને અન્ય ખેડૂત દળો કંઈપણ ચમત્કાર ના કરી શક્યા. પંજાબના સૌથી મોટા ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ સમરાલા વિધાનસભા સીટથી પોતાની ડિપોઝિટ પણ ના બચાવી શક્યા.

- સંગરૂરમાં ભગવંત માન અને તેમના માતા હરપાલ કૌરે લોકોનો આભાર માન્યો. હરપાલ કૌરે કહ્યું કે આ પંજાબના લોકોની લડાઈ હતી અને પંજાબિઓની જ જીત થઈ છે. જે બાદ હરપાલ કૌરે ભગવંત માનને ગળે લગાવી લીધા. જે બાદ ભગવંત માને કહ્યું કે વિરોધી પાર્ટીઓના નેતાઓએ અરવિંદ કેજરીવાલ અને મારા પર અંગત ટિપ્પણી કરી, ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો, તેમની શબ્દાવલી તેમને જ મુબારક હો, તેમને માફ કરી દો પરંતુ આગળથી તે બધાએ પંજાબના પોણા ત્રણ કરોડ પંજાબીઓની ઈજ્જત કરવી પડશે.

- ભગવંત માને કહ્યું કે આપણે મળીને પંજાબ ચલાવવાનું છે, અગાઉ પંજાબ મોટા-મોટા દરવાજા વાળા ઘરોથી ચાલતું હતું પરંતુ આજ પછી પંજાબ ગામોમાંથી ચાલશે, વોર્ડમાંથી ચાલશે, શહેરોમાંથી ચાલશે.

English summary
Punjab Election Result: Counting of votes in 117 assembly seats in Punjab, get live update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X