For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજા ભૈયાએ કરી સીબીઆઇ તપાસની માંગ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 4 માર્ચઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં કુંડા ક્ષેત્રમાં સીઓ હત્યાકાંડના મુખ્ય આરોપી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાએ પોતાના વિરુદ્ધના મામલામાં સીબીઆઇ તપાસની માંગને સમર્થન કર્યું છે અને તે જાતે ઇચ્છે છે કે ઉચ્ચકક્ષાની તપાસ હોવી જોઇએ, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે.

raja-bhaiya
અન્ય અપડેટ છે કે કુંડા ક્ષેત્રમાં સીઓ તરીકે તૈનાત પોલીસ ઉપાધીક્ષક જિયાઉલ હક હત્યાકાંડમાં ઘટનાના દિવસે તેમણે ઘટનાસ્થળે એકલો છોડીને ભાગી જનાર ત્રણ પોલીસ કર્મીઓને નિલંબિત કરી દીધા છે. અપર પોલિસ મહાનિદેશક(કાયદો અને વ્યવસ્થા) અરૂણ કુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે કુંડા પોલીસ મથકના પ્રભારી સર્વેશ મિશ્રા, વરિષ્ઠ ઉપનિરીક્ષક વિનય કુમાર સિંહ અને સીઓના ગનર ઇરમાનને નિલંબિત કરી દેવામાં આવ્યા છે.

એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે આ પોલીસકર્મી કેવી પરિસ્થિતિઓમાં પોતાના અધિકારીઓને સ્થળ પર એકલા છોડીને ભાગ્યા. આ પહેલા, પ્રદેશના કેબિનેટ મંત્રી આઝમ ખાંએ હકને એકલા છોડીને ભાગનાર ત્રણેય પોલીસકર્મીઓની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું હતું કે, હુમલા વખતે ભાગનારા પોલીસકર્મીઓ કાં તો કાયર હતા અથવા તો હત્યાના ષડયંત્રમાં સામેલ હતા. તેવામાં પોલીસ કર્મીઓએ નોકરીમાં બની રહેવાનો કોઇ અધિકાર નથી.

નોંધનીય છે કે વલીપુર ગામમાં શનિવારે મોડી રાત્રે બે સમૂહો વચ્ચે ગોળીબારીમાં ગામના પ્રધાન નન્હે અને તેમના ભાઇ રાકેશે હત્યાકરી હતી. ઘટના બાદ થયેલા હંગામામાં નિયંત્રિત કરવા માટે સીઓ જિયાઉલ હક મથક પ્રભારી સર્વેશ મિશ્રા, વરિષ્ઠ ઉપનિરીક્ષક વિનય કુમાર સિંહ અને પોતાના ગનર ઇમરાન સાથે ઘટનાસ્થળે ગયા હતા પરંતુ આરોપ છે કે આ લોકો તેમને એકલા છોડીને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા, ત્યારબાદ ગ્રામીણોના ટોળાએ સીઓની હત્યા કરી છે.

English summary
Raghuraj Pratap Singh alias Raja Bhaiya has demanded CBI probe in CO murder case. He has said that he is with CO's family.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X